Baroda

ગોત્રી-લક્ષ્મીપુરા રોડ પરના પાર્ક પ્લાઝાના ક્લબ હાઉસમાં આગ લાગતા અફરાતફરી, કાચ તોડવા પડ્યા

By GS Team
15 Sep 20261 min read
TukuTouch Logo
વડોદરાના ગોત્રી લક્ષ્મીપુરા રોડ પર પાર્ક પ્લાઝાના પહેલા માળે આવેલા ક્લબ હાઉસમાં સવારે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. ટ્રેડમિલમાં લાગેલી આ આગથી ધુમાડાના ગોટેગોટા છવાયા હતા. સદનસીબે તે સમયે કોઈ હાજર ન હોવાથી જાનહાનિ ટળી હતી. ફાયર બ્રિગેડે તાત્કાલિક પહોંચી, બારીઓના કાચ તોડી, આગ પર કાબુ મેળવ્યો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

ગોત્રી-લક્ષ્મીપુરા રોડ પરના પાર્ક પ્લાઝાના ક્લબ હાઉસમાં આગ લાગતા અફરાતફરી, કાચ તોડવા પડ્યા

Vadodara Fire : વડોદરાના ગોત્રી લક્ષ્મીપુરા રોડ પર આવેલા એક કલબ હાઉસમાં સવારે શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા અફરાતફરી મચી હતી.
લક્ષ્મીપુરા રોડ ઉપર આવેલા પાર્ક પ્લાઝામાં પહેલા માળે ક્લબ હાઉસ આવેલું છે. જેમાં આજે વોકિંગ માટેના સાધન ટ્રેડમિલમાં આગ લાગી હતી. સારા નસીબે બનાવ બન્યો ત્યારે ક્લબ હાઉસમાં કોઈ હાજર ન હતું.
બનાવને પગલે ધુમાડાના ગોટા છવાઈ ગયા હતા અને ગ્રાઉન્ડ ફ્લોર પર પણ ધુમાડા છવાયા હતા. ગણેશ ઉત્સવને કારણે પંડાલમાં ભક્તો ભેગા થયા હોવાથી તરત જ તેઓ દોડી આવ્યા હતા અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી.
ફાયર બ્રિગેડ વેન્ટિલેશન માટે કેટલીક બારીઓના કાચ તોડવા પડ્યા હતા અને થોડીવારમાં આગ પર કાબુ મેળવી લીધો હતો.