Baroda

બેકાબૂ ડમ્પરે પોલીસની બે ગાડીઓને અડફેટે લીધી

By GS Team
9 Aug 20261 min read
TukuTouch Logo
રાજમહેલ રોડ પર ઇન્દુમતી મહેલ નજીક આજે બપોરે પૂરપાટ ઝડપે આવતા ડમ્પરે પોલીસની 2 ગાડીઓને અડફેટે લીધી હતી. ડોગ સ્ક્વોડની બોલેરોને પાછળથી જોરદાર ટક્કર વાગતા, તે આગળ ધકેલાઈ અને 3 વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો. બોલેરો ચાલક પોલીસકર્મીને ઈજા થતા સારવાર અપાઈ. સદનસીબે ડોગ સુરક્ષિત છે. નવાપુરા પોલીસે ડમ્પર ચાલકની અટકાયત કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બેકાબૂ ડમ્પરે પોલીસની બે ગાડીઓને અડફેટે લીધી

અત્રેના રાજમહેલ રોડ પર ઇન્દુમતી મહેલ નજીક આજે બપોરના સમયે પૂરપાટ ઝડપે દોડતા ડમ્પરે પોલીસની બે ગાડીઓને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો.

પોલીસની વાન આગળ જઈ રહી હતી ત્યારે એક કાર અચાનક ધીમી પડી હતી. જેના કારણે પોલીસની ગાડીએ બ્રેક મારવી પડી હતી. આ દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલા ડમ્પરના ચાલકે સમયસર બ્રેક ન મારતા ડોગ સ્ક્વોડની બોલેરો ગાડીને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બોલેરો આગળ ધકેલાઈ ગઈ હતી અને ત્રણ વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

અકસ્મામાં બોલેરો ચાલક પોલીસકર્મીને ઈજા થતાં સારવાર માટે ખસેડાયા છે. સદ્નસીબે ડોગને કોઈ ઈજા થઈ નહોતી. ડમ્પર સમયસર રોકાયું ન હોત તો બોલેરોનો ખૂરદો બોલી જાય તેવી સ્થિતિ સર્જાઈ હતી.

અકસ્માતમાં પોલીસની ડોગ સ્ક્વોડની બોલેરો સહિત બે વાહનોને નુકસાન પહોંચ્યું છે. ઘટનાની જાણ થતાં નવાપુરા પોલીસ સ્થળ પર પહોંચી હતી અને ડમ્પર ચાલકની અટકાયત કરી ડમ્પર કબજે લીધું હતું.