Baroda

ઓરિએન્ટલ ઈન્સ્ટિટ્યુટનો 100મા વર્ષમાં પ્રવેશ,હસ્તપ્રતોની સંખ્યા 32000 થઈ, 7000 હસ્તપ્રતો જૈન ધર્મની

By GS Team
31 Aug 20261 min read
TukuTouch Logo
વડોદરાની ઐતિહાસિક ઓરિએન્ટલ ઈન્સ્ટિટ્યુટ 1 સપ્ટેમ્બર, મંગળવારે 100માં વર્ષમાં પ્રવેશ કરશે. મહારાજા સયાજીરાવ ગાયકવાડ દ્વારા 20,000 હસ્તપ્રતોથી શરૂ થયેલી આ સંસ્થામાં આજે 32,000 હસ્તપ્રતો છે. 100 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે MSUના વાઇસ ચાન્સેલરની હાજરીમાં સવારે 10:30 વાગ્યે કાર્યક્રમ યોજાશે. અહીં 13મી સદીની જ્યોતિષની સૌથી જૂની હસ્તપ્રત અને શંકરાચાર્યની સૌંદર્ય લહેરી પણ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઓરિએન્ટલ ઈન્સ્ટિટ્યુટનો 100મા વર્ષમાં પ્રવેશ,હસ્તપ્રતોની સંખ્યા 32000 થઈ, 7000 હસ્તપ્રતો જૈન ધર્મની

એમ.એસ.યુનિવર્સિટીની સાથે વડોદરાની વિરાસત સમા ઓરિએન્ટલ ઈન્સ્ટિટયુટનો તા.૧ સપ્ટેમ્બર, મંગળવારે ૧૦૦માં વર્ષમાં પ્રવેશ થશે.ઈન્સ્ટિટયુટની શરુઆત ૨૦૦૦૦ હસ્તપ્રતો સાથે થઈ હતી અને આજે આ ઈન્સ્ટિટયુટમાં ૩૨૦૦૦ હસ્તપ્રતો છે.
ઈન્સ્ટિયુટના ૧૦૦ વર્ષ પૂરા થવા નિમિત્તે એમ.એસ.યુનિવર્સિટીના વાઈસ ચાન્સલેર, ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર તથા સેન્ટ્રલ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલરની હાજરીમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.જેની શરુઆત સવારે ૧૦-૩૦ વાગ્યાથી થશે.
ઈન્ટિટયુટના ડાયરેકટર ડો.શ્વેતા પ્રજાપતિએ કહ્યું હતું કે, મહારાજા સયાજીરાવ ગાયકવાડના કાર્યકાળમાં બરોડા સેન્ટ્રલ લાઈબ્રેરીના સંસ્કૃત સેક્શનમાં રહેલી હસ્તપ્રતોથી અને મહારાજાએ પોતે ભેટમાં આપેલી હસ્તપ્રતોથી ઓરિએન્ટલ ઈન્સ્ટિટયુટની શરુઆત થઈ હતી.એ પછી વડોદરા રાજ્ય સહિત દેશમાંથી હસ્તપ્રતો એકઠી કરવા માટે મહારાજા સયાજીરાવે વિદ્વાનોની નિમણૂક કરી હતી.૧૦૦ વર્ષમાં હવે હસ્તપ્રતોની સંખ્યા ૨૦૦૦૦ પર પહોંચી છે.જેમાં ૭૦૦૦ જેટલી તો જૈન ધર્મની હસ્તપ્રતોનો સમાવેશ થાય છે.સૌથી જૂની હસ્તપ્રત જ્યોતિષ વિષય પરની છે.જે ૧૩મી સદીમાં લખાઈ હોવાનું મનાય છે અને નવમી સદીનુ એક તામ્રપત્ર પણ ઈન્સ્ટિટયુટમાં સચવાયેલંો છે.જેમાં વડોદરાનો ઉલ્લેખ છે.શંકરાચાર્યના હસ્તે લખાયેલી સૌંદર્ય લહેરી હસ્તપ્રત પણ ઈન્સ્ટિટયુટ પાસે છે.

૧૦૦૦ જેટલા પુસ્તકોનું પણ પ્રકાશન
ઓરિએન્ટલ ઈન્સ્ટિટયુટ દ્વારા હસ્તપ્રતો સાચવવાની સાથે સાથે તેના આધારે લખાયેલા ૧૦૦૦ પુસ્તકોનું પણ અત્યાર સુધીમાં પ્રકાશન થયેલું છે.આ પૈકી ઘણા પુસ્તકો સયાજી સાહિત્યમાળાના ભાગરુપે પ્રકાશિત થયા હતા.ગાયકવાડી શાસનમાં અને આઝાદી બાદ ગ્રામ્ય વિસ્તારોમાં હરતી ફરતી લાઈબ્રેરીમાં આ પુસ્તકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.