Baroda

વડોદરા શહેર જિલ્લામાં આજે ઓરેન્જ એલર્ટ, છૂટોછવાયો વરસાદ યથાવત

By GS Team
27 Jul 20261 min read
TukuTouch Logo
વડોદરા જિલ્લામાં હવામાન વિભાગે આજે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે, જોકે હાલ છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે. મેઘરાજાએ થોડો વિરામ લેતા તંત્ર અને બચાવ ટીમોને રાહત મળી છે. ચાલુ ચોમાસામાં શહેરમાં 407 મિમી અને જિલ્લામાં 333 મિમી વરસાદ નોંધાયો છે. તંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા શહેર જિલ્લામાં આજે ઓરેન્જ એલર્ટ, છૂટોછવાયો વરસાદ યથાવત

Vadodara Rain Update : વરસાદ વચ્ચે હવામાન વિભાગ દ્વારા વડોદરા સહિત સમગ્ર જિલ્લામાં આજે રાજ્યના હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
જિલ્લામાં હાલ અલગ-અલગ વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે. જોકે, છેલ્લા કેટલાક દિવસોની સરખામણીએ મેઘરાજાએ થોડો વિરામ લેતા વહીવટી તંત્ર અને રાહત-બચાવ ટીમોને રાહત મળી છે.
ચાલુ ચોમાસા દરમિયાન વડોદરા શહેરમાં અત્યાર સુધી 407 મિમી જ્યારે સમગ્ર જિલ્લામાં 333 મિમી વરસાદ નોંધાઈ ચૂક્યો છે. હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને નીચાણવાળા વિસ્તારોમાં જરૂરી સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે.