કરજણ -ડભોઈ સેક્શનમાં ગેજ કન્વર્ઝન બાદ પણ માત્ર એક જ ટ્રેન દોડે છે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

કરજણ-ડભોઈ રેલવે લાઇનનું ગેજ કન્વર્ઝન પૂર્ણ કરી સેકશન કાર્યરત ાૃથયાને ૪ મહિનાનો સમય વીતી ગયો હોવા છતાં આ રૃટ પર હાલમાં માત્ર એક જ ટ્રેન દોડે છે. કરોડો રૃપિયાના ખર્ચે રેલવે લાઇનને મોટી લાઇનમાં રૃપાંતરિત કરાઈ હોવા છતાં પૂરતી ટ્રેન સુવિાૃધા નહીં મળતાં મુસાફરોને તેનો અપેક્ષિત લાભ મળી રહ્યો નાૃથી. દરમિયાન અલીરાજપુરાૃથી છોટાઉદેપુર, બોડેલી અને ડભોઈ ાૃથઈ કરજણ સુાૃધી સવાર અને સાંજના સમયે નવી ટ્રેનો શરૃ કરવાની માગ ઊઠી છે.
વેસ્ટર્ન રેલવે પેસેન્જર્સ એન્ડ પાસ હોલ્ડર્સ વેલફેર એસોસિએશન, વડોદરાના પ્રમુખે પશ્વિમ રેલવેના જનરલ મેનેજરને પત્ર લખીને આ રૃટ પર ઓછામાં ઓછી બે નવી મેમુ / પેસેન્જર ટ્રેનો શરૃ કરવા રજૂઆત કરી છે. તેમાં જણાવાયું છે કે કરજણ-ડભોઈ રેલવે લાઇનના ગેજ કન્વર્ઝનનો મુખ્ય હેતુ સૃથાનિક મુસાફરોને રેલવે સુવિાૃધા આપવાનો હતો. જોકે હાલમાં ટ્રેનોની અછત અને અનુકૂળ સમયપત્રકના અભાવે સૃથાનિક મુસાફરોને આ સુવિાૃધાનો પૂરતો લાભ મળી રહ્યો નાૃથી. ખાસ કરીને રોજગારી, મજૂરી, શિક્ષણ અને નાના વેપાર માટે અવરજવર કરતા લોકોને મુશ્કેલી પડે છે.
વધુમાં સૂચન કર્યું કે નવી ટ્રેન સવારે અલીરાજપુરાૃથી શરૃ કરીને છોટાઉદેપુર, તેજગઢ, પાવીજેતપુર, બોડેલી, બહાદરપુર (સંખેડા), ડભોઈ ાૃથઈ કરજણ સુાૃધી દોડાવવામાં આવે અને પરત ફરતી વખતે પણ આ જ માર્ગનો ઉપયોગ કરવામાં આવે. આવી ટ્રેન સવાર અને સાંજના સમયે ઉપલબૃધાૃથાય તો રોજિંદા મુસાફરોને મોટો ફાયદો ાૃથઈ શકે છે. અલીરાજપુરાૃથી છોટાઉદેપુર અને આસપાસનો વિસ્તાર આદિવાસી વસ્તી ાૃધરાવતો છે. અહીંના અનેક લોકો આસપાસનાં શહેરો અને ગામોમાં અવરજવર કરે છે. સીાૃધી ટ્રેન સેવા શરૃ ાૃથાય તો આદિવાસી પરિવારો, ખેતમજૂરો, વિદ્યાાૃર્થીઓ, નાના વેપારીઓ અને માસિક સીઝન ટિકિટ (એમએસટી) ાૃધારકોને રાહત ાૃથશે.
કરજણથી કેવડિયા સુધી હજુ ટ્રેન શરુ થઈ નથી
સમલાયા-ડભોઇ-કરજણ વચ્ચેના ૯૬.૪૬ કિલોમીટરના રેલવે માર્ગ પર રૃા.૮૮૪ કરોડના ખર્ચે ગેજ પરિવર્તન અને વીજળીકરણની કામગીરી વર્ષ ૨૦૧૭માં હાથ ધરાઈ હતી. આ યોજનામાં ડભોઇ-કરજણ વચ્ચેના ૩૦ કિલોમીટરના રેલવે માર્ગનો પણ સમાવેશ થાય છે. યોજના દ્વારા ૫૦૦ ગામોને લાભ પહોંચાડવાની વાત હતી. કેવડિયા સુધી રેલવે જોડાણના હેતુથી કરજણથી ટ્રેન દોડાવવાનો વાયદો પણ કરાયો હતો.
બે કોચની કઠાણા મેમુમાં સમયપત્રક અનુકૂળ નથી
હાલ ડભોઇ-કરજણ વચ્ચે દોડતી કઠાણા ટ્રેનનું સમયપત્રક મુસાફરો માટે ઉપયોગી સાબિત થઈ રહ્યું નથી. ડભોઇથી સવારે ૧૧ઃ૪૬ વાગ્યે ઉપડતી ટ્રેન બપોરે ૧૨ ઃ૫૦ વાગ્યે કરજણ પહોંચે છે. જ્યારે પરત ફરતી ટ્રેન કરજણથી બપોરે ૨ ઃ૩૦ વાગ્યે ઉપડીને ૩ ઃ૩૦ વાગ્યે ડભોઇ પહોંચે છે. આ માર્ગ પર માત્ર બે કોચની ટ્રેન દોડતી હોવાની સ્થિતિમાં રેલવેની આ સુવિધા સામે સવાલો ઊભા થયા છે.




