Baroda

વાઘોડિયારોડના ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર સાથે પ્રોડક્ટના રેટિંગના નામે ઓનલાઇન ઠગાઇ,1.07કરોડ ગુમાવ્યા

By GS Team
3 Nov 20261 min read
TukuTouch Logo
વડોદરાના વાઘોડિયા રોડ પર ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર કમલેશકુમાર પટેલ રૂ. 1.07 કરોડની ઓનલાઈન ઠગાઈનો ભોગ બન્યા છે. 'અવરશોપગ્લોબલ' નામની વેબસાઈટ પર દુબઈની કંપનીમાં સારા વળતરની લાલચ આપી રોકાણ કરાવ્યું હતું. પહેલા ડેમોમાં રૂ. 37038 નફો મળતા વિશ્વાસ બેઠો, પણ કુલ રૂ. 1.64 કરોડ જમા થયા છતાં ઉપાડી ન શકતા સાયબર સેલમાં ફરિયાદ કરી.

Summarized by AI; it may make mistakes. Check important info

વાઘોડિયારોડના ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર સાથે પ્રોડક્ટના રેટિંગના નામે ઓનલાઇન ઠગાઇ,1.07કરોડ ગુમાવ્યા

વાઘોડિયારોડ વિસ્તારના ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર સાથે ઓનલાઇન ઠગાઇ થતાં તેમણે ટૂંકા ગાળામાં રૃ.૧.૦૭કરોડ ગુમાવ્યા છે.
વાઘોડિયારોડની માનવ મંદિર સોસાયટીમાં રહેતા કમલેશકુમાર પટેલે પોલીસને કહ્યું છે કે,ગઇ તા.૪થી સપ્ટેમ્બરે મેં અવરશોપગ્લોબલ નામની વેબસાઇટના કસ્ટમર કેર પર સંપર્ક કરતાં મારા મોબાઇલ પર સામેથી મેસેજથી વાત કરવામાં આવી હતી અને કહવાયું હતું કે આ કંપની દુબઇની છે અને તમાં સારું વળતર મળશે,જેથી મેં રોકાણ કરવા માટે રસ લીધો હતો.
કમલેશભાઇએ કહ્યું છે કે,મેં રૃપિયા ભરીને ડેમો લીધો હતો.ડેમો માટે મને અલગ અલગ પ્રોડક્ટ્સને રેટિંગ આપવાનું કામ આપવામાં આવ્યું હતું,જેમાં મારા ડેમો એકાઉન્ટમાં પહેલા જ દિવસે રૃ.૩૭૦૩૮નો નફો થતાં આ રકમ મેં ઉપાડી લીધી હતી.
મને કંપનીમાં વિશ્વાસ બેસતાં ટુકડે ટુકડે કુલ રૃ.૧.૦૭ કરોડ ભર્યા હતા.મારા ડેમો એકાઉન્ટમાં રૃ.૧.૬૪ કરોડ દેખાતા હોવા છતાં આ રકમ ઉપાડી શકાતી નહતી અને ઠગો દ્વારા વારંવાર કોઇને કોઇ બહાનું બતાવી વધુને વધુ રકમની માગણી કરવામાં આવતી હતી.જેથી મને શંકા થતાં સાયબર સેલને જાણ કરી હતી.