Baroda

ઓનલાઇન ગ્રાહકો સામે યુવતીઓને ન્યૂડ વીડિયો કોલ કરાવવાનું રેકેટ

By GS Team
12 Aug 20262 mins read
TukuTouch Logo
માંજલપુર પોલીસે ઓનલાઈન દેહવ્યાપારનો પર્દાફાશ કર્યો છે. પ્રકૃતિ ફ્લેટમાં યુવતીઓને રાખી ગ્રાહકો સામે નગ્ન કરાવી અશ્લીલ હરકતો કરાવતા મુખ્ય સૂત્રધાર મનીષ પઢિયારને ઝડપી પાડ્યો છે. તે કમિશન મેળવી યુવતીઓને પૈસા આપતો હતો. પોલીસે 3 લેપટોપ, 2 કેમેરા અને ફોન જપ્ત કર્યા છે. છેલ્લા દોઢ વર્ષથી ચાલતા આ રેકેટમાં યુપીની એક સહિત 4 યુવતીઓ સામેલ હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

ઓનલાઇન ગ્રાહકો સામે યુવતીઓને ન્યૂડ વીડિયો કોલ કરાવવાનું રેકેટ

ઓનલાઇન ગ્રાહકો સામે નગ્ન થઇ અશ્લીલ હરકતો કરતી યુવતીઓને રાખી કમિશન મેળવતા એજન્ટને માંજલપુર પોલીસે ઝડપી પાડયો છે. આ રેકેટનો મુખ્ય સૂત્રધાર માત્ર ધોરણ ૧૦ પાસ છે.
માંજલપુર પોલીસને માહિતી મળી હતી કે, માંજલપુર દરબાર ચોકડી પાસે પ્રકૃતિ ફ્લેટમાં બહારથી યુવતીઓેેને બોલાવી ઓનલાઇન ગ્રાહકો સામે નગ્ન થવા તથા દેહ વ્યાપાર માટે લલચાવવામાં આવે છે. જેથી, પોલીસે ઉપરોક્ત સ્થળે જઇને તપાસ કરતા ફ્લેટમાંથી યુ.પી.ની એક યુવતી મળી આવી હતી.આ ફ્લેટ પોતાના શેઠ મનીષ કનુભાઇ પઢિયાર (રહે. દુર્ગા હાઇટ્સ, સન સિટિ સામે, માંજલપુર) નો છે.ઓનલાઇન ગ્રાહકો સાથે નગ્ન થઇ વાત કરવા માટે શેઠે લેપટોપ પણ આપ્યા છે. ઓનલાઇન એપ્લિકેશન મારફતે તેઓ ગ્રાહકોનો સંપર્ક કરતા હતા. જેમાં અલગ - અલગ ૩૪ જેટલી સેવાઓ ગ્રાહકો પાસેથી પૈસા લઇને પૂરી પાડવામાં આવતી હતી. ગ્રાહકો પાસેથી પૈસા મનીષના એકાઉન્ટમાં આવતા હતા. મનીષ કમિશન લઇને બાકીના રૃપિયા યુવતીઓને આપી દેતો હતો. આ ફ્લેટ મનીષે એક વર્ષ પહેલા ખરીદ કર્યો હતો. જેમાં યુવતીઓને રાખી હતી. જે પૈકી ત્રણ યુવતીઓ વડોદરાની જ છે. જ્યારે ૨૦ વર્ષની એક યુવતી યુ.પી.ની છે, જેણે ધો. ૧૨ સાયન્સનો અભ્યાસ કર્યો છે. ઓનલાઇન ગ્રાહકોને બિભત્સ હરકતો કરી યુવતીઓ રોજના ૩ થી ૪ હજાર કમાતી હતી. તેટલા જ રૃપિયા કમિશન પેટે મનીષ પણ કમાતો હતો.
આ ફ્લેટમાં છેલ્લા દોઢ વર્ષથી આ ધંધો ચાલતો હતો. પોલીસે ત્રણ લેપટોપ, બે કેમેરા અને ફોન કબજે કર્યા છે. ગુનાની વધુ તપાસ માટે પોલીસે આરોપીને રિમાન્ડ પર લેવાની તજવીજ હાથ ધરી છે.