Baroda
ઊર્મિ ચાર રસ્તા પાસે ભૂવો પડતા એક તરફનો માર્ગ બંધ
By GS Team
24 Sep 20261 min read
વડોદરાના અકોટામાં વોર્ડ નંબર 12ના ઊર્મિ ચાર રસ્તા પાસે મુખ્ય માર્ગ પર મોટો ભૂવો પડ્યો છે. ઉપરથી 3 ફૂટ દેખાતો ભૂવો અંદરથી 10 ફૂટ પહોળો અને 10 ફૂટ ઊંડો છે. કોર્પોરેશને બેરીકેડ મૂકી એક માર્ગ બંધ કરતા વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. સામાજિક કાર્યકરે વગર વરસાદે ભૂવા પડવા મુદ્દે કોર્પોરેશનની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે.
Summarized by AI; it may make mistakes. Check important info

વોર્ડ નંબર ૧૨માં અકોટામાં ઊર્મિ ચાર રસ્તા પાસે મુખ્ય માર્ગ પર મોટો ભૂવો પડતા વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉપરથી ત્રણ ફૂટ દેખાતો ભૂવો અંદરથી ૧૦ ફૂટ પહોળો અને ૧૦ ફૂટ ઊંડો છે.
ભૂવો પડયા બાદ કોર્પોરેશન દ્વારા સ્થળ પર બેરીકેડ મૂકી એક તરફનો માર્ગ બંધ કરાયો છે, જેના કારણે માર્ગ પર વાહન વ્યવહારને અસર થઈ રહી છે અને વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે. સામાજિક કાર્યકરે વગર વરસાદે ભૂવા પડવાની ઘટનાઓને લઈ કોર્પોરેશનની કામગીરી સામે સવાલો કર્યા છે. તેમજ વહેલીતકે ભૂવાનું સમારકામ પૂર્ણ કરી માર્ગ વાહનવ્યવહાર માટે ખુલ્લો કરવાની માગ કરાઈ છે.