Baroda
વડોદરા શહેરમાં ફરી એક વખત દારૂના મોટા જથ્થાનો નાશ કરાયો
By GS Team
23 Oct 20261 min read
વડોદરામાં ડીસીપી ઝોન-4 હેઠળના કારેલીબાગ, હરણી, બાપોદ, સમા સહિતના પોલીસ સ્ટેશનો દ્વારા જપ્ત કરાયેલા આશરે ₹2 કરોડના દારૂના જથ્થાનો દરજીપુરા ખાતે નાશ કરવામાં આવ્યો. કોર્ટના આદેશ બાદ, અધિકારીઓની હાજરીમાં વહેલી સવારે ખુલ્લી જગ્યામાં જેસીબી અને રોલર ફેરવી દેવાતા દારૂની નદી વહેતી જોવા મળી હતી.
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara: વડોદરા શહેરમાં ફરી એક વખત દારૂના મોટા જથ્થા નો નાશ કરવામાં આવ્યો છે. આ વખતે દરજીપુરા વિસ્તારમાં દારૂનો નાશ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.
વડોદરાના ડીસીપી ઝોન-4 હેઠળના કારેલીબાગ,હરણી, બાપોદ, સમા સહિતના પોલીસ સ્ટેશનમાં કબજે લેવામાં આવ્યો હોય તેવા આશરે રૂ બે કરોડની કિંમતના દારૂનો નાશ કરવા માટે કોર્ટનૈ આદેશ લીધા બાદ સંબંધિત વિભાગોના અધિકારીઓની હાજરીમાં આજે દારૂનો નાશ કરવામાં આવ્યો હતો.
દરજીપુરા ખાતે ની ખુલ્લી જગ્યામાં વહેલી સવારથી દારૂનો મોટો જથ્થો ગોઠવી દઈને ઉપર જેસીબી તેમજ રોલર ફેરવી દેવામાં આવ્યું હતું. જેને કારણે દારૂની નદી વહેતી હોય તેવા દ્રશ્ય જોવા મળ્યા હતા.