Baroda

GUJCTOC સહિત 75 ગુનામાં પકડાયેલો નામચીન હુસેન સુન્ની દોઢ લાખના MD ડ્રગ્સ સાથે ઝડપાયો

By GS Team
5 Sep 20261 min read
TukuTouch Logo
વડોદરા પોલીસે કુખ્યાત ગુનેગાર હુસેન સુન્ની અને તેના સાગરીત મનોજ ત્રિવેદીને MD ડ્રગ્સના મોટા જથ્થા સાથે ઝડપી પાડ્યા છે. વારસિયા રિંગ રોડ પરથી ક્રાઈમ બ્રાન્ચે 1.5 લાખથી વધુ કિંમતનું MD ડ્રગ્સ, 4 મોબાઈલ, સ્કૂટર અને અન્ય સામાન જપ્ત કર્યો. 75થી વધુ ગુનાઓમાં સંડોવાયેલ હુસેન ડ્રગ્સ વેચતો હોવાની બાતમી મળતા પોલીસે કાર્યવાહી કરી.

Summarized by AI; it may make mistakes. Check important info

GUJCTOC સહિત 75 ગુનામાં પકડાયેલો નામચીન હુસેન સુન્ની દોઢ લાખના MD ડ્રગ્સ સાથે ઝડપાયો

Vadodara Police : વડોદરા શહેર પોલીસે નામચીન ગુનેગાર હુસેન સુન્ની અને તેના સાગરીતને એમડી ડ્રગ્સના મોટા જથ્થા સાથે ઝડપી પાડ્યો છે.
કારેલીબાગ ભૂતડી જાપા નજીક કાસમ આલા કબ્રસ્તાન નજીક રહેતો અને ગુજસીટોકના ગુના ઉપરાંત લૂંટ, હત્યાનો પ્રયાસ, ધાડ, ખંડણી જેવા 75 થી વધુગુનામાં પકડાયેલો હુસેન સુન્ની ફરીથી ડ્રગ્સનું વેચાણ કરતો હોવાની વિગતો મળતા ક્રાઈમ બ્રાન્ચની ટીમે વારસિયા રિંગ રોડ ઉપર વોચ રાખી હતી.
પોલીસે લક્ષ્મી પાર્ક સોસાયટી પાસે સ્કૂટર લઈ ઉભેલા બે જણાને ઝડપી પાડતા બંને પાસેથી રૂ.દોઢ લાખથી વધુ કિંમતનું એમડી ડ્રગ્સ મળ્યું હતું. પૂછપરછ દરમ્યાન એકનું નામ હુસેન કાદરમીયા સુન્ની અને બીજાનું નામ મનોજ અશોકભાઈ ત્રિવેદી (માંગલ્ય પાર્ક, હરણી વારસિયા રીંગરોડ) હોવાનું ખુલ્યું હતું. પોલીસે ચાર મોબાઇલ, સ્કૂટર, એમડી ડ્રગ્સ, ડિજિટલ કાંટો, પ્લાસ્ટિકની કોથળીઓ સહિતની ચીજો કબજે કરી હતી.