ગણેશ વિસર્જનના પગલે નો એન્ટ્રી અને નો પાર્કિંગ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

શહેરમાં ૧૦ મા દિવસના ગણેશ વિસર્જનના તહેવારને અનુલક્ષીને કૃત્રિત તળાવ તરફ આવતા તમામ રસ્તાઓ પર નો પાર્કિંગ અને નો એન્ટ્રી અંગેનું જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે.
શહેરમાં અલગ - અલગ ૧૧ સ્થળે ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવશે. આ કૃત્રિમ તળાવમાં (૧) ગોરવા દશામા મંદિર(૨) નવલખી ગ્રાઉન્ડ (૩) બિલ ગામ (૪) વાઘોડિયા રિંગરોડ (૫) માંજલપુર (૬) તરસાલી (૭) મકરપુરા (૮) કિશનવાડી (૯) લેપ્રેસી ગ્રાઉન્ડ (૧૦) હરણી સમા તથા (૧૧) હરણી નો સમાવેશ થાય છે. આ તળાવ તરફ આવતા રોડ પર તમામ પ્રકારના વાહનો માટે નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. ડી.જે. સાથે નીકળતી વિસર્જન યાત્રાઓ કૃત્રિમ તળાવથી થોડા અંતર દૂર સુધી જ ડી.જે.ને પરમિશન આપવામાં આવી છે. ત્યારબાદ ડી.જે. આગળ જઇ શકે નહીં. તેમજ એસ.ટી. બસના રૃટમાં પણ પરિવર્તન કરવામાં આવ્યું છે.




