Baroda

50 વર્ષ બાદ વડોદરામાં રાષ્ટ્રીય કક્ષાની ખો-ખો ચેમ્પિયનશિપ યોજાશે

By GS Team
18 Nov 20261 min read
TukuTouch Logo
વડોદરામાં 50 વર્ષ બાદ 21થી 25 નવેમ્બર દરમિયાન 45મી જુનિયર નેશનલ ખો-ખો ચેમ્પિયનશિપ યોજાશે. પારુલ યુનિવર્સિટી ખાતે એમેચ્યોર ખો-ખો ફેડરેશન ગુજરાત દ્વારા આયોજિત આ સ્પર્ધામાં દેશભરના 35થી વધુ રાજ્યોની 1500થી વધુ બોયઝ-ગર્લ્સ ખેલાડીઓ ભાગ લેશે. યુવા પ્રતિભાઓને પ્રોત્સાહન આપવા અને પરંપરાગત રમતને નવી ઓળખ આપવાના હેતુથી આયોજન કરાયું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

50 વર્ષ બાદ વડોદરામાં રાષ્ટ્રીય કક્ષાની ખો-ખો ચેમ્પિયનશિપ યોજાશે

Vadodara: વડોદરામાં 50 વર્ષના લાંબા સમયગાળા બાદ રાષ્ટ્રીય કક્ષાની ખો-ખો ચેમ્પિયનશિપનું આયોજન થવા જઈ રહ્યું છે. એમેચ્યોર ખો-ખો ફેડરેશન ગુજરાત દ્વારા પારુલ યુનિવર્સિટી ખાતે આગામી 21થી 25 નવેમ્બર દરમિયાન 45મી જુનિયર નેશનલ ખો-ખો ચેમ્પિયનશિપ (બોયઝ-ગર્લ્સ) યોજાશે. આ સ્પર્ધામાં દેશભરમાંથી 35થી વધુ રાજ્યોની ટીમો ભાગ લેશે અને 1500થી વધુ ખેલાડીઓ પોતાની રમતનું કૌશલ્ય બતાવશે.

ચેમ્પિયનશિપમાં જમ્મુ-કાશ્મીર, મણિપુર, ત્રિપુરા, આસામ, આંધ્રપ્રદેશ, કેરળ, અરુણાચલ પ્રદેશ અને હિમાચલ પ્રદેશ સહિત દેશના વિવિધ રાજ્યોની ટીમો ભાગ લેશે. યુવા ખેલાડીઓની પ્રતિભાને પ્રોત્સાહન આપવા અને પરંપરાગત ખો-ખોની રમતને રાષ્ટ્રીય સ્તરે નવી ઓળખ અપાવવાના હેતુથી આ આયોજન કરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, ગાયકવાડ શાસનકાળથી જ વડોદરામાં ખો-ખોની રમત રમાતી આવી છે. શહેરમાં અગાઉ વર્ષ 1975માં રાષ્ટ્રીય કક્ષાની ખો-ખો ચેમ્પિયનશિપ યોજાઈ હતી. ત્યારબાદ હવે 50 વર્ષના અંતરાલ બાદ ફરી એક વખત વડોદરાને રાષ્ટ્રીય કક્ષાની ખો-ખો સ્પર્ધાની યજમાની કરવાની તક મળી છે. આમ, આ ચેમ્પિયનશિપ રમતપ્રેમીઓ માટે પણ વિશેષ આકર્ષણ બની રહેશે.