Baroda

મારા ભાઈને મગર ખેંચી ગયો છે..ફાયર બ્રિગેડ પર આવી પોક મુકનાર માનસિક અશ્વસ્થ યુવકે બધાને દોડતા કર્યા

By GS Team
9 Oct 20261 min read
TukuTouch Logo
વડોદરા ફાયર બ્રિગેડ પર આજે વહેલી સવારે એક યુવક દોડી આવ્યો હતો. તેણે રડતા રડતા જણાવ્યું કે મગર તેના ભાઈને નદીમાં ખેંચી ગયો છે, તેને બચાવો. ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક કાલાઘોડા પહોંચી, બોટ ઉતારી શોધખોળ શરૂ કરી. પરંતુ યુવક વારંવાર સ્થળ બદલતો હતો. આસપાસના લોકોએ જણાવ્યું કે આવો કોઈ બનાવ બન્યો નથી અને યુવક માનસિક અસ્વસ્થ છે. આખરે ફાયર બ્રિગેડની ટીમને ખાલી હાથે પરત ફરવું પડ્યું.

Summarized by AI; it may make mistakes. Check important info

મારા ભાઈને મગર ખેંચી ગયો છે..ફાયર બ્રિગેડ પર આવી પોક મુકનાર માનસિક અશ્વસ્થ યુવકે બધાને દોડતા કર્યા

Vadodara Fire Brigade : વડોદરા ફાયર બ્રિગેડ ઉપર આજે વહેલી સવારે દોડી આવી મોટે મોટેથી રડીને મગરના મોઢામાંથી ભાઈને બચાવી લેવા રજૂઆત કરતા યુવકે બધાને દોડતા કર્યા હતા.
વડોદરા ફાયર બ્રિગેડ પર આજે વહેલી સવારે એક યુવક દોડતો આવ્યો હતો અને મોટેથી રડવા માંડ્યો હતો. જેથી જવાનો એ તેને રડવાનું કારણ પૂછ્યું હતું. યુવકે કહ્યું હતું કે મારો ભાઈ નદી કિનારે હતો ત્યારે મગર તેણે અંદર ખેંચી ગયો છે તો મગરના મોઢામાંથી તેને બચાવી લો.
આ સાથે જ ફાયર બ્રિગેડની ટીમ તેની સાથે કાલાઘોડા પહોંચી હતી અને બોટ નદીમાં ઉતારી હતી. યુવક થોડી થોડી વારે સ્થળ બદલતો હોવાથી જવાનો મુંઝાયા હતા. તેમણે આસપાસમાં ભેગા થયેલા લોકોને આ બાબત પૂછતા તેમણે આવો કોઈ બનાવ બન્યો નહીં હોવાનું કહ્યું હતું.
આ પૈકી એક વ્યક્તિએ કોણે માહિતી આપી તેમ પૂછતા ફાયર બ્રિગેડે તેમની મદદ માંગનાર યુવકને બતાવ્યો હતો. જેથી તે લોકોએ આ યુવક માનસિક અસ્વસ્થ હોવાનું જણાવ્યું હતું. આ વખતે માનસિક અસ્વસ્થ યુવકે તેની માતા અને બહેન પણ અહીં બેઠા છે તેમને પૂછી લો એમ કહેતા ત્યાં કોઈ હાજર દેખાતું ન હતું. આખરે ફાયર બ્રિગેડની ટીમ પરત ફરી હતી.