છાણી જકાતનાકાના એપાર્ટમેન્ટમાં દવાખાનુ ચલાવી બોગસ પ્રેક્ટિસ કરતો ધોરણ 10 પાસ મુન્નાભાઈ પકડાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Bogus Doctor : વડોદરાના છાણી જકાતનાકા વિસ્તારમાંથી પોલીસે વધુ એક બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો છે. પોલીસે સાઈનાથ ક્લિનિકના નામે પ્રેક્ટિસ કરતા બોગસ ડોક્ટર પાસેથી એલોપેથી દવા તેમજ અન્ય સાધનો કબજે કરી ગુનો નોંધ્યો છે.
છાણી જકાત નાકા પાસે દીપ સિનેમા નજીક આવેલા શ્રીનાથપુરમ નામના એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર સાઈનાથ એજ્યુકેશન એન્ડ મેડિકલ ચેરીટેબલ ટ્રસ્ટ ક્લિનિક ચલાવી એક ડોક્ટર બોગસ પ્રેક્ટિસ કરતો હોવાની વિગતો મળતા એસ.ઓ.જી.ની ટીમે વોચ રાખી કોર્પોરેશન ટીમને સાથે રાખીને દરોડો પાડયો હતો.
પોલીસે ક્લિનિકમાંથી ધોરણ 10 સુધી અભ્યાસ કરનાર અને ડોક્ટર તરીકે પ્રેક્ટિસ એલોપોથી પ્રેક્ટિસ કરતા દિનેશ ઉર્ફે ભરૂચી ડોન ચતુરભાઈ પરમાર(ગાયત્રી ધામ સોસાયટી, અમરનગર પાસે, જુના છાણી રોડ) પાસેથી 10 જેટલી કંપનીની દવાઓ, બાર જેટલી કફ સીરપની બોટલ, ટ્યુબ સીરીઝ, બોટલ તેમજ ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરવા માટે ઉપયોગમાં લેવાતા ચાર રબર સ્ટેમ્પ સહિતની ચીજ વસ્તુઓ કબજે કરી હતી. આરોપી પાસેથી જુદા જુદા સંસ્થા વાળા આઈકાર્ડ પણ મળી આવતા પોલીસે તેની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે
.




