Baroda

મ્યુ.કોર્પોરેશનના સફાઈકર્મીઓ હાજરી પદ્ધતિથી રોષે ભરાયા

By GS Team
1 Oct 20261 min read
TukuTouch Logo
આજે બપોરે વોર્ડ નંબર-૩ની મ્યુ. કોર્પોરેશન કચેરી ખાતે સફાઈ કર્મચારીઓએ હાજરી પદ્ધતિનો વિરોધ કર્યો હતો. કર્મચારીઓનો આક્ષેપ છે કે દિવસમાં 4 વખત હાજરી પૂરવા કચેરીના ધક્કા ખાવા પડે છે, જેનાથી સફાઈ કામગીરીનો સમય વેડફાય છે. તેમણે 2 વખત હાજરી નોંધવાની વ્યવસ્થાની માંગ કરી છે. વોર્ડ ઓફિસરે ઓનલાઈન હાજરીના પરિપત્ર મુજબ 2 વખત ચેકઇન-ચેકઆઉટ ફરજિયાત હોવાનું જણાવ્યું.

Summarized by AI; it may make mistakes. Check important info

મ્યુ.કોર્પોરેશનના સફાઈકર્મીઓ હાજરી પદ્ધતિથી રોષે ભરાયા

મ્યુ.કોર્પોરેશનની વોર્ડ નંબર-૩ની ઓફિસ ખાતે આજે બપોરે હાજરીની પદ્ધતિના વિરોધમાં સફાઈ કર્મચારીઓ એકત્ર થયા હતા.

સફાઈ કર્મચારીઓનું કહેવું છે કે દિવસમાં ચાર વખત હાજરી પૂરવા માટે કચેરીના ધક્કા ખાવા પડે છે. તેના કારણે સફાઈની કામગીરીનો સમય પણ વેડફાય છે. અન્ય વોર્ડની સરખામણીએ માત્ર વોર્ડ નંબર-૩માં જ આ પદ્ધતિ અમલમાં મુકાઈ હોવાનો તેમનો આક્ષેપ છે. કર્મચારીઓએ ચાર વખતની જગ્યાએ બે વખત હાજરી નોંધવાની વ્યવસ્થા કરવાની માગ કરી છે.

કર્મચારીઓએ હાજરીની નોંધણીમાં વહાલા-દવલાની નીતિ અપનાવાતી હોવાના આક્ષેપ પણ કર્યા છે. કેટલાક કર્મચારીઓ હાજરી નોંધાવ્યા બાદ અંગત કામ માટે જતા રહેતા હોવા છતાં તેમની સામે કાર્યવાહી થતી ન હોવાનો આક્ષેપ છે.

આ અંગે વોર્ડ ઓફિસરે કહ્યું કે ઓનલાઈન હાજરીના પરિપત્ર મુજબ દરેક વોર્ડમાં કર્મચારીઓએ દિવસમાં બે વખત ચેકઇન અને બે વખત ચેકઆઉટ કરવું ફરજિયાત છે.