Baroda

ICC મહિલા ચેમ્પિયન્સ ટ્રોફીની મુંબઈ - વડોદરા યજમાની કરશે

By GS Team
2 Sep 20261 min read
TukuTouch Logo
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા 2027માં યોજાનારી પ્રથમ મહિલા ચેમ્પિયન્સ ટ્રોફીનું યજમાનપદ વડોદરાને મળ્યું છે. 14 થી 28 ફેબ્રુઆરી દરમિયાન વડોદરા અને મુંબઈમાં મેચો રમાશે. કોટંબી સ્ટેડિયમ અને મુંબઈનું ક્રિકેટ ક્લબ ઓફ ઇન્ડિયા યજમાન બનશે. ભારત સહિત 6 અગ્રણી મહિલા ટીમો ભાગ લેશે. શ્રીલંકા ક્રિકેટ બોર્ડમાં હસ્તક્ષેપને કારણે યજમાનીના અધિકારો પાછા લેવાયા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

ICC મહિલા ચેમ્પિયન્સ ટ્રોફીની મુંબઈ -  વડોદરા યજમાની કરશે

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) દ્વારા ૨૦૨૭માં પ્રથમ વખત યોજાનારી મહિલા ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન વડોદરાને પણ સોંપવામાં આવ્યું છે. ૧૪થી ૨૮ ફેબુ્રઆરી, ૨૦૨૭ દરમિયાન યોજાનારી આ ટૂર્નામેન્ટની મેચો વડોદરા અને મુંબઈમાં રમાશે.

અત્રેના કોટંબી સ્થિત ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ અને મુંબઈનું ક્રિકેટ ક્લબ ઓફ ઇન્ડિયા આ ટૂર્નામેન્ટના યજમાન બનશે. વિશ્વની છ અગ્રણી મહિલા ક્રિકેટ ટીમોભારત, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકા ટૂર્નામેન્ટમાં ભાગ લેશે.

આઈસીસી મહિલા ટી ૨૦ આઈ ટીમ રેન્કિંગમાં ૬ જુલાઈની ક્વોલિફિકેશન કટ-ઓફ તારીખના આધારે આ છ ટીમોએ ટૂર્નામેન્ટમાં સ્થાન મેળવ્યું છે. તમામ ટીમો રાઉન્ડ-રોબિન ફોર્મેટમાં એકબીજા સામે રમશે અને ટોચની બે ટીમો ૨૮ ફેબુ્રઆરીએ ફાઇનલમાં ટકરાશે.

આ ટૂર્નામેન્ટનું આયોજન શ્રીલંકામાં થવાનું હતું. જોકે શ્રીલંકા ક્રિકેટ બોર્ડમાં વહીવટી અને સરકારી હસ્તક્ષેપ વધતા આઈસીસીએ કડક વલણ અપનાવીને યજમાનીના અધિકારો પાછા લઈ લીધા હતા.