Baroda

આધુનિક ટોઈલેટ બનાવવાની દરખાસ્તો મુલતવી રાખવા રજૂઆત

By GS Team
10 Sep 20261 min read
TukuTouch Logo
શહેરમાં 9.13 કરોડના ખર્ચે 26 આધુનિક ટોઈલેટ બનાવવાના ભાવપત્રકોને લઈ વિવાદ સર્જાયો છે. વોર્ડ નંબર-1ના કોંગી કાઉન્સિલરે સ્થાયી સમિતિને રજૂઆત કરી છે કે, પૂર્વ ઝોનમાં યમુના ડેકોરેટર્સનું 4.30 કરોડ અને પશ્ચિમ ઝોનમાં એચ.કે. રામાણીનું 4,83,75,000નું ભાવપત્રક મંજૂરી માટે રજૂ કરાયું છે, જે અંદાજિત રકમથી 7.50% વધુ છે. આર્થિક બોજ ટાળવા ચારેય ઝોનના કામો એકસાથે રજૂ કરવા માંગ કરાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

આધુનિક ટોઈલેટ બનાવવાની દરખાસ્તો મુલતવી રાખવા રજૂઆત

શહેરના પૂર્વ અને પશ્વિમ ઝોનમાં રૃા.૯.૧૩ કરોડના ખર્ચે ૨૬ આધુનિક ટોઈલેટ બનાવવાના વધુ ભાવના ભાવપત્રકોને લઈ વિવાદ વકર્યો છે.

વોર્ડ નંબર-૧ના કોંગી કાઉન્સિલરે સ્થાયી સમિતિ અધ્યક્ષને કરેલી લેખિત રજૂઆતમાં જણાવાયું છે કે આવતીકાલે તા.૧૧ સપ્ટેમ્બરે મળનારી સ્થાયી સમિતિની બેઠક સમક્ષ પૂર્વ ઝોનમાં એસ્પિરેશનલ(અત્યાધુનિક) ટોઈલેટ બનાવવા સિવિલ કામનો વાર્ષિક ઈજારો આપવા ઈજારદાર યમુના ડેકોરેટર્સનું અંદાજિત રકમ રૃા.૪ કરોડ(જીએસટી સિવાય)થી ૭.૫૦ ટકા વધુ રૃા.૪.૩૦ કરોડનું ભાવપત્રક મંજૂરી માટે રજૂ કરાયું છે.

વધુમાં ઉમેર્યું કે પશ્વિમ ઝોનમાં પણ ઈજારદાર એચ.કે. રામાણીનું અંદાજિત રકમ રૃા.૪.૫૦ કરોડ(જીએસટી સિવાય)થી ૭.૫૦ ટકા વધુ રૃા.૪,૮૩,૭૫,૦૦૦નું ભાવપત્રક મંજૂરી માટે રજૂ થયું છે. વધુ ભાવના ભાવપત્રકો હોવાથી મ્યુનિ.કોર્પોરેશનની આર્થિક પરિસ્થિતિ જોવાની જરૃર છે. અગાઉ,જાહેર શૌચાલય માટે માત્ર સંસ્થાઓને જગ્યા આપવામાં આવતી હતી અને વધારાનું કોઈ ભારણ મ્યુનિ.કોર્પોરેશન પર આવતું નહોતું.

હજુ અન્ય બે ઝોનની ટેન્ડર પ્રક્રિયા અધૂરી છે. તમામ ઝોનમાં સરખા ભાવે કામગીરી કરાવવામાં આવે. હાલ પૂર્વ અને પશ્વિમ ઝોનની દરખાસ્ત મુલતવી રાખી ચારેય ઝોનના કામો એક સાથે સ્થાયી સમિતિ સમક્ષ રજૂ થાય તો મ્યુનિ.કોર્પોરેશનને આર્થિક ફાયદો થશે.