Baroda

બે સંતાનની માતાને પરિણીત પ્રેમીની ધમકી,લીવઇનમાં રહીએ,નહિંતર વીડિયો વાયરલ કરીશ

By GS Team
25 Jul 20262 mins read
TukuTouch Logo
વડોદરામાં સોશિયલ મીડિયા દ્વારા સુરતના યુવકના પ્રેમમાં પડેલી બે સંતાનની માતા સાથે છેતરપિંડી થઈ છે. વિક્કી મહેન્દ્ર ઉઇકે (સરથાણા, સુરત) નામના યુવકે પ્રેમ સંબંધ બાંધી શારીરિક શોષણ કર્યું. લગ્નની લાલચ આપી પાવાગઢ લઈ ગયો, પણ સુરતમાં અન્ય યુવતી સાથે લગ્ન કર્યા. બાદમાં પૈસા પડાવી, અંગત ફોટા-વીડિયો વાયરલ કરવાની ધમકી આપતાં મહિલાએ લક્ષ્મીપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવી.

Summarized by AI; it may make mistakes. Check important info

બે સંતાનની માતાને પરિણીત પ્રેમીની ધમકી,લીવઇનમાં રહીએ,નહિંતર વીડિયો વાયરલ કરીશ

સોશ્યલ મીડિયાના માધ્યમથી સુરતના એક યુવકના પ્રેમમાં પડેલી વડોદરાની બે સંતાનની માતાને પ્રેમીએ દગો દઇ બ્લેકમેલ કરતાં આખરે તેણે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
વડોદરાના ગોરવા વિસ્તારમાં રહેતી બે સંતાનની માતા ઉપર ગઇ તા.૧૩-૧૨-૨૦૨૩ના રોજ ઇન્સ્ટાગ્રામ ઉપર સુરતના વિક્કીનો મેસેજ આવ્યો હતો અને બંને વચ્ચે વાતચીત થઇ હતી.ત્યારબાદ તેઓ અવાર નવાર મેસેજથી વાત કરતા હતા અને તા.૨૮-૧-૨૪ના રોજ પહેલીવાર સ્ટેશન વિસ્તારના કાફેમાં મળ્યા હતા.
ત્યારબાદ વિક્કી મહિલાના ઘેર આવી ગયો હતો અને તેના ભાઇ-ભાભીની વાત કરતાં કરતાં હાથ પકડી લીધો હતો.આ વખતે મહિલાનો પતિ આવી જતાં તેણે આક્ષેપો કરી સાસુ- સસરાને બોલાવી ડિવોર્સની વાત કરી હતી.જ્યારે વિક્કી ભાગી ગયો હતો.
આ પછી વિક્કી ગોત્રીની એસજી હોટલમાં તેમજ રાધે હોટલમાં મહિલાને બોલાવતો હતો અને શારીરિક સંબંધ બાંધી હેરાન પણ કરતો હતો.વિક્કી મહિલાને પાવાગઢ પણ લઇ ગયો હતો અને બંને સંતાનને અપનાવી લગ્નની વારંવાર ખાતરી આપતો હતો અને બીજીતરફ તેણે સુરતની યુવતી સાથે લગ્ન કરી લીધા હતા.
ઉપરોક્ત બનાવ બાદ વિક્કીએ વાત કરવાનું ઓછું કર્યું હતું અને સબંધ નહિ રાખે તો મરી જવાની તેમજ મારી નાખવાની ધમકી આપતો હતો.તેણે મહિલા પાસે પૈસા પણ પડાવ્યા હતા અને ફોટો તેમજ વીડિયો વાયરલ કરવાની ધમકી આપતો હતો.જેથી લક્ષ્મીપુરા પોલીસે વિક્કી મહેન્દ્ર ઉઇકે(માસ્ટર મહોલ્લો, સરથાણા,સુરત)સામે ગુનો નોંધ્યો છે.
પતિએ ડિવોર્સનો કેસ ફાઇલ કર્યો, પ્રેમીએ કહ્યું..લીવ ઇનમાં રહીએ
પ્રેમમાં પડેલી બે સંતાનની માતાને પ્રેમીએ દગો દેતાં પતિ અને પ્રેમી વચ્ચે પીસાઇ જવાનો વખત આવ્યો છે.એકતરફ પતિએ પત્ની સાથે ડીવોર્સ લેવા માટે કોર્ટમાં કેસ કર્યો છે.તો બીજીતરફ પ્રેમીએ બે મહિના પહેલાં બીજા લગ્ન કરી લીધા છે.તેણે લીવ ઇન રિલેશનમાં રહેવા તૈયારી બતાવી હતી.પરંતુ તે પૈસા માગી મારઝૂડ કરતો હોવાથી અને અંગત પળોના ફોટા-વીડિયો ફેમિલી મેમ્બર્સને મોકલી આપવાની ધમકી આપી રહ્યો હોવાથી મહિલાએ પોલીસની મદદ લીધી છે.