Baroda

ગોરવામાં વહૂ પર એસિડ નાખનાર સાસુ ફરાર,પરિણીતાના પતિની ધરપકડ

By GS Team
15 Sep 20261 min read
TukuTouch Logo
ગોરવાના સહયોગ ગાર્ડન પાસે પરિણીતા પર એસિડ ફેંકવાના બનાવમાં તેના પતિ પિયુષ દુધરેજીયાની ગોરવા પોલીસે ધરપકડ કરી છે. કામ બાબતે બોલાચાલી થતાં સાસુએ એસિડ આપ્યું હતું. પરિણીતાએ એલર્જીને કારણે ઇનકાર કરતા, ગુસ્સે ભરાયેલી સાસુએ તેના મોં અને ગળા પર એસિડ ફેંક્યું હતું. આ કેસમાં સાસુ, સસરા, પતિ અને બે નણંદ સામે ગુનો નોંધાયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગોરવામાં વહૂ પર એસિડ નાખનાર સાસુ ફરાર,પરિણીતાના પતિની ધરપકડ

ગોરવા વિસ્તારમાં પરિણીતા સાથે કામ બાબતે બોલાચાલી કરી ઉશ્કેરાયેલી સાસુએ તેના પર એસિડ નાખી દીધું હોવાના બનેલા બનાવમાં પરિણીતાના પતિની ધરપકડ કરવામાં આવી છે.
ગોરવાના સહયોગ ગાર્ડન પાસે રહેતી પરિણીતા સાથે વારંવાર તકરાર કરી પજવણી કરતી સાસુએ એસિડ આપી બાથરૃમ સાફ કરવા કહેતાં પરિણીતાએ તેને એસિડની એલર્જી હોવાથી ઇનકાર કર્યો હતો.જેથી રોષે ભરાયેલી સાસુએ તેના મોંઢા અને ગળાના ભાગે એસિડ નાંખ્યો હતો.
આ બનાવ અંગે પરિણીતા પર ત્રાસ ગુજારવા બદલ તેમજ એસિડ નાંખી ઇજા પહોંચાડવા બદલ સાસુ ઉપરાંત સસરા, પરિણીતાના પતિ અને બે નણંદ સામે ગુનો નોંધાયો હતો.જેમા પરિણીતાના પતિ પિયુષ ગણપતભાઇ દૂધરેજીયા(રાધાકૃષ્ણ સોસાયટી, ગોરવા)ની ગોરવા પોલીસે ધરપકડ કરી છે.