Baroda

છાણી કેનાલમાં પડી જવાથી માતા પુત્રીના કરૃણ મોત

By GS Team
31 Oct 20261 min read
TukuTouch Logo
છાણી કેનાલમાંથી એક મહિલા અને 8 મહિનાના બાળકનો તરતો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. બંને માતા-પુત્રી હોવાનું અનુમાન છે. ફતેગંજ પોલીસે તેમની ઓળખ માટે તપાસ શરૂ કરી છે. સ્થાનિકોએ તેમને બહાર કાઢ્યા ત્યારે શ્વાસ ચાલતા હતા, પરંતુ એમ્બ્યુલન્સ મોડી પડતાં બંનેના કરુણ મોત થયા. મહિલાના હાથ પર "રશ્મિકા" લખેલું છે. આ ઘટના આપઘાત છે કે અકસ્માત તે અંગે પોલીસ તપાસ ચલાવી રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

છાણી કેનાલમાં પડી જવાથી માતા પુત્રીના કરૃણ મોત

છાણી કેનાલમાંથી એક મહિલા અને ૮ મહિનાના બાળક તરતી હાલતમાં મળી આવતા ચકચાર મચી ગઇ હતી. બંનેના કરૃણ મોત થયા છે. મરનાર માતા,પુત્રી હોવાના અનુમાન સાથે ફતેગંજ પોલીસે તેઓની ઓળખ માટેના પ્રયાસો હાથ ધર્યા છે.
બનાવની વિગત એવી છે કે, આજે છાણી કેનાલમાં એક મહિલા તરતી લોકોના નજરે પડી હતી. નજીકમાં ગેરેજ ચલાવતા યુવક અને અન્યએ ભેગા થઇને જાતે જ દોરડા વડે અંદર ઉતરીને મહિલાને બહાર કાઢી હતી. ત્યારે ખબર પડી કે મહિલાએ કમરના ભાગે અંદાજે ૮વર્ષના બાળકને ઓઢણીથી બાંધેલુ હતું. લોકોએ તેઓને બહાર કાઢતા તેઓના શ્વાસ ચાલતા હતા. બનાવની જાણ થતા ફતેગંજ પોલીસ દોડી આવી હતી. સ્થાનિક લોકોએ બંનેને જાતે હોસ્પિટલમાં લઇ જવાની તૈયારી દર્શાવી હતી. પરંતુ, એમ્બ્યુલન્સની રાહ જોવામાં ખૂબ મોડું થતા બંનેના જીવ બચી શક્યા નહતા. તેઓની પાસેથી કોઇ દસ્તાવેજ નહીં મળતા બંનેની ઓળખ હજી થઇ શકી નથી. મહિલાના જમણા હાથ પર રશ્મિકા લખ્યું હતું. પોલીસે તેઓની ઓળખ માટે આસપાસના વિસ્તારમાં તપાસ કરી છે. આ ઘટના આપઘાતની છે કે પછી અકસ્માતે કેનાલમાં પડી જવાની તે હજી નક્કી થઇ શક્યું નથી. બંનેને કેનાલના પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા ત્યારે તેઓના શ્વાસ ચાલતા હતા. જેના પરથી પોલીસનું અનુમાન છે કે, તેઓ થોડા અંતરેથી જ કેનાલમાં પડયા હશે.