ચોમાસું જામ્યું : વડોદરા જિલ્લામાં સિઝનનો 12.56 ઇંચ વરસાદ, શહેરમાં 15.51 ઇંચ:આજવા 208.64 ફૂટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Rain: વડોદરા જિલ્લામાં ચોમાસાએ હવે જોર પકડ્યું છે. 24 જુલાઈ સુધી વડોદરા જિલ્લામાં સીઝનનો કુલ 319.13 એમએમ (12.56 ઇંચ) વરસાદ નોંધાયો છે. જ્યારે વડોદરા શહેરમાં અત્યાર સુધી 394 એમએમ (15.51 ઇંચ) વરસાદ વરસ્યો છે. સતત વરસાદને પગલે જિલ્લાના જળાશયોમાં પણ પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે.
21 જુલાઈ સુધી જિલ્લામાં કુલ 184.75 એમએમ (7.27 ઇંચ) વરસાદ નોંધાયો હતો. ત્યારબાદ 24 જુલાઈ સુધી વરસાદનો આંકડો વધીને 319.13 એમએમ (12.56 ઇંચ) થયો છે. એટલે કે 21થી 24 જુલાઈ દરમિયાન જિલ્લામાં કુલ 134.38 એમએમ (5.29 ઇંચ) વરસાદ નોંધાયો છે.
તાલુકાવાર વરસાદની વાત કરીએ તો શિનોરમાં સૌથી વધુ 462 એમએમ (18.19 ઇંચ) વરસાદ નોંધાયો છે. ત્યારબાદ ડભોઇમાં 358 એમએમ (14.09 ઇંચ), કરજણમાં 299 એમએમ (11.77 ઇંચ), પાદરામાં 284 એમએમ (11.18 ઇંચ), ડેસરમાં 270 એમએમ (10.63 ઇંચ), વાઘોડિયામાં 216 એમએમ (8.50 ઇંચ) અને સાવલીમાં 170 એમએમ (6.69 ઇંચ) વરસાદ નોંધાયો છે.
સતત વરસાદને કારણે જિલ્લાના જળાશયોની સપાટીમાં વધારો નોંધાઈ રહ્યો છે. આજે બપોરે 12 વાગ્યાની સ્થિતિ મુજબ આજવા સરોવરની સપાટી 208.64 ફૂટ, વિશ્વામિત્રી નદીની સપાટી 12.69 ફૂટ અને પ્રતાપપુરા સરોવરની સપાટી 223.28 ફૂટ નોંધાઈ હતી.









