ગોવા ગયેલા પરિવારના મકાનમાંથી ૯૨ હજારની મતાની ચોરી થઈ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વાઘોડિયા રોડ પરના શ્રીજીધામ એપાર્ટમેન્ટના બંધ મકાનમાં ત્રાટકેલા અજાણ્યા તસ્કરો રૃા.૯૨ હજાર ઉપરાંતની મતા ચોરી ફરાર થઈ ગયા છે.
વાઘોડિયા રોડ પર પરશુરામ ગાર્ડનની સામે આવેલા શ્રીજીધામ એપાર્ટમેન્ટમાં રહેતો ભાવેશ કહાર (૩૦) જીમ ટ્રેનર તરીકે કામ કરે છે. ભાવેશે પોલીસ ફરિયાદમાં કહ્યું કે ગઈ ૧૪ સપ્ટેમ્બરે હું મારા પરિવાર સાથે ગોવા ફરવા માટે ગયો હતો. મને ૧૬ સપ્ટેમ્બરે મારા મકાનના દરવાજાનું તાળુ તૂટેલું હોઈ ચોરી થયાની જાણ થઈ હતી.
૧૮ સપ્ટેમ્બરે પરત ઘરે આવી તપાસ કરતા અજાણ્યા તસ્કરો મકાનના મુખ્ય દરવાજાનો નકુચો તોડી બેડરૃમની તિજોરીના લોકરમાંથી રૃા.૯૨,૧૦૦ની કિંમતના સોનાના દાગીના ચોરી ફરાર થઈ ગયા હોવાનું સામે આવ્યું હતું. ફરિયાદના આધારે કપુરાઈ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.




