Baroda

'એમ.કે.ચારકોલહબ' અને 'દેવ નારાયણ ઢાબા'ને સીલ કરાયું

By GS Team
31 Aug 20262 mins read
TukuTouch Logo
વડોદરા મ્યુનિ. કોર્પોરેશનની ખોરાક શાખાએ આજે શહેરના વિવિધ વિસ્તારોમાં 31 યુનિટમાં ચેકિંગ કરી 16 ખાદ્ય પદાર્થોના નમૂના લીધા. આ દરમિયાન 22 લિટર અને 67 કિલોગ્રામ અખાદ્ય પદાર્થોનો નાશ કરાયો. બાલાજી રેસ્ટોરન્ટને 10,000, મહાકાળી સેવઉસળને 5,000, ગોપાલ લોચોને 5,000, મારવાડી ફૂડ કોર્નરને 5,000 અને ક્રિષ્ણા કાઠિયાવાડી રેસ્ટોરન્ટને 40,000 સહિત કુલ 1 લાખથી વધુનો દંડ ફટકારાયો. એક યુનિટ સીલ કરાયું.

Summarized by AI; it may make mistakes. Check important info

'એમ.કે.ચારકોલહબ' અને 'દેવ નારાયણ ઢાબા'ને સીલ કરાયું

મ્યુનિ.કોર્પોરેશનની ખોરાક શાખાની અલગ અલગ ટીમો આજે શહેરના વિવિધ વિસ્તારોમાં ત્રાટકી હતી. આ દરમિયાન કુલ ૩૧ યુનિટ ખાતે ચેકિંગ કરી ખાદ્ય પદાર્થોના ૧૬ નમૂનાઓ તપાસ માટે લીધા છે. ૨૨ લિટર અને ૬૭ કિલોગ્રામ અખાદ્ય પદાર્થોના જથ્થાનો સ્થળ પર જ નાશ કરાયો છે.

દિવાળીપુરા કોર્ટની સામે બાલાજી રેસ્ટોરન્ટમાંથી૧૦ કિલો  પ્રીપેડ ફૂડનો વાસી જથ્થો જણાતા નાશ કરી રૃા.૧૦ હજાર દંડ, મહાકાળી સેવઉસળને પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિક મુદ્દે રૃા.૫ હજાર દંડ, ગોપાલ લોચો ખાતે ગંદકી અને સિંગલ યુઝ પ્લાસ્ટિક મુદ્દે રૃા.૫ હજાર દંડ, ચેતનભાઈ સુરેશભાઈ દુકાનના સંચાલક અને રજવાડી ચાને સિંગલ યુઝ પ્લાસ્ટિક મુદ્દે બે- બે હજારનો દંડ ફટકારાયો છે.

પરિવાર ચાર રસ્તા તથા સવિતા હોસ્પિટલ પાસે મારવાડી ફૂડ કોર્નર ખાતે ગંદકી હોવાથી છાશ, ગ્રેવી,શાકભાજી, મંચૂરિયન, ફૂડ કલરનો નાશ કરી રૃા.૫૦૦૦નો દંડ કરાયો છે. સુરતી ફેન્સી ઢોસા ખાતે ગંદકી મુદ્દે રૃા.૩૦૦૦નો દંડ કરાયો છે. એમ.કે.ચારકોલહબ ખાતે ગંદકી હોવાથી ચાઈનીઝ સૂપ,કોપરાની ચટણી, બાફેલા ચણાનો નાશ કરી રૃા.૫૦૦૦નો દંડ સાથે યુનિટને બંધ કરાયું છે.

ગોત્રીમાં યશ કોમ્પલેક્સ નજીક રજવાડી ટી ખાતેથી બે કિલોગ્રામ વાસી પાઉના જથ્થાનો નાશ કરાયો છે. તાંદળજામાં સ્વીન્સટા ઈ.એન.ટી.પ્રા.લિ. ,  ભાયલીમા શર્માજી કી ચાયને  નિયમોના ભંગ બદલ નોટિસ અપાઈ છે.

ગોલ્ડન ચોકડી ખાતે દેવ નારાયણ ઢાબાનું લાયસન્સ નહી હોવાથી રૃા.૧૦ હજારનો દંડ ફટકારી યુનિટ સીલ કરાયું છે. ક્રિષ્ણા કાઠિયાવાડી રેસ્ટોરન્ટને ગંદકી, સિંગલ યુઝ પ્લાસ્ટિક મુદ્દે રૃા.૪૦ હજારનો દંડ, પંજાબી ઢાબા રેસ્ટોરન્ટને ગંદકી મુદ્દે રૃા.૨૦ હજારનો દંડ ફટકારાયો છે.