Baroda

રાજ્યના 10 જિલ્લામાં મોબાઇલ ટાવરમાંથી વાયરો ચોરનાર પરપ્રાંતીય ચોર પકડાયો

By GS Team
25 Nov 20261 min read
TukuTouch Logo
રાજ્યના 10 જિલ્લાઓમાં મોબાઈલ ટાવરના વાયરો ચોરતા એક શખ્સને પોલીસે વાઘોડિયા બ્રિજ પાસેથી ઝડપી પાડ્યો છે. વિશાલ રમેશભાઈ રાજપૂત (અમદાવાદ) પાસેથી 117 મીટર વાયર, સ્કૂટર, મોબાઈલ અને વાયર કાપવાના સાધન સહિત કુલ રૂ. 93 હજારનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. તેણે વડોદરા, મહેસાણા, નડિયાદ, દહેગામ સહિતના સ્થળોએ ચોરી કરી હોવાનું બહાર આવ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

રાજ્યના 10 જિલ્લામાં મોબાઇલ ટાવરમાંથી વાયરો ચોરનાર પરપ્રાંતીય ચોર પકડાયો

રાજ્યના જુદાજુદા ૧૦ જેટલા જિલ્લાઓમાં મોબાઇલ ટાવરના વાયરો ચોરી કરતા એક ચોરને પોલીસે ઝડપી પાડયો છે.

વાઘોડિયા બ્રિજ પાસે વાયરો સાથે પકડાયેલા વિશાલ રમેશભાઇ રાજપૂત (વિશાલ નગર,ઓઢવ,નરોડા,અમદાવાદ મૂળ યુપી) પાસે પોલીસે ૧૧૭ મીટર વાયર, સ્કૂટર,મોબાઇલ અને વાયર કાપવાના સાધન સહિત રૃ.૯૩ હજારની મતા કબજે કરી હતી.તપાસ દરમિયાન આરોપીએ વડોદરા,મહેસાણા,નડિયાદ,દહેગામ સહિતના સ્થળોએ વાયરો કાપ્યા હોવાની વિગતો બહાર આવી હતી.