કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ઘૂસી ગયેલા માનસિક અસ્વસ્થ યુવકની ધાંધલ, મહિલા કર્મી પર હુમલો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Police : વડોદરા કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં આજે બનેલો એક બનાવ પોલીસ બેડામાં ચર્ચાનો વિષય બન્યો છે.
કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં આજે સવારથી રાબેતા મુજબનું કામકાજ ચાલી રહ્યું હતું તે દરમિયાન એક શખ્સ પોલીસ સ્ટેશનમાં ઘૂસી ગયો હતો અને બેફામ ઉચ્ચારણો કરી ધાંધલ મચાવવાનું શરૂ કર્યું હતું. પોલીસ કર્મીઓ કાંઈ સમજે તે પહેલા પી.એસ.ઓની ઓફિસ તરફ ઢસી ગયેલા યુવકે કોમ્પ્યુટરની તોડફોડ કરવાનો પ્રયાસ કરતા નુકસાન થયું હતું.
આ તબક્કે ત્યાં હાજર મહિલા પોલીસકર્મી પર પણ તેણે હુમલો કરતા હાથે ઇજા થઈ હતી. બનાવને પગલે પોલીસ જવાનો દોડી આવ્યા હતા અને યુવકને કાબુમાં લઈ સારવાર માટે રવાના કર્યો હતો. જોકે બનાવ અંગે સત્તાવાર કોઈ વિગતો જાહેર કરવામાં આવી નથી.



