વકીલ મંડળના બંધારણમાં સુધારા માટે આજે સભા યોજાશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા વકીલ મંડળના બંધારણમાં વિવિધ સુધારા કરવા અંગે આવતીકાલે તા. ૨૮ સપ્ટેમ્બરે બપોરે ૨ વાગ્યે જુના એડવોકેટ હાઉસની કેન્ટીન ખાતે સાધારણ સભા યોજાશે.
બંધારણમાં સૂચિત સુધારા પૈકી સભ્યપદ માટેની લઘુત્તમ મુદત ઘટાડવી, મહિલા વકીલો માટેની અનામત બેઠકો વધારવી, ૨૦ વર્ષનો અનુભવ ધરાવતા સભ્યો માટેની ૧ બેઠક મહિલા માટે અનામત રાખવી,ગુજરાત બાર કાઉન્સિલમાં ચૂંટાયેલ સભ્ય સ્થાનિક ચૂંટણી લડી શકે નહીં, એક જ હોદ્દા પર સળંગ બે ટર્મથી વધુ સમય સુધી રહી ન શકાય સહિતના મુદ્દાઓ રજૂ થયા છે.
આ ઉપરાંત, સિનિયર સભ્યોની બેઠકો, વિવિધ હોદ્દા માટેની પાત્રતા, નવી પેટા-કલમ ઉમેરવી તેમજ હોદ્દાની મુદત સહિતના મુદ્દાઓ પણ નિર્ણય માટે રજૂ થયા છે. સભામાં સિનિયર તેમજ જુનિયર વકીલો ઉપસ્થિત રહી વિવિધ સુધારા અંગે પોતાનો અભિગમ રજૂ કરી સર્વાનુમતે નિર્ણય કરાશે.




