Baroda

ફતેગંજની બિલ્ડીંગમાં ખાનગી ઓફિસમાં પ્રચંડ બ્લાસ્ટ, એકને ઈજા : બારીબારણા અને કારના કાચ તૂટ્યા

By GS Team
7 Jul 20261 min read
TukuTouch Logo
વડોદરાના ફતેગંજ વિસ્તારમાં આજે સવારે અમન બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી ખાનગી ઓફિસમાં પ્રચંડ બ્લાસ્ટ થયો હતો. આ બનાવમાં 36 વર્ષીય મકસુદ હબીબ મિયા શેખને ઈજા થતાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. બ્લાસ્ટથી બારીના કાચ તૂટી ગયા અને બહાર ઉભેલી કારને પણ નુકસાન થયું હતું. પોલીસે ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ફતેગંજની બિલ્ડીંગમાં ખાનગી ઓફિસમાં પ્રચંડ બ્લાસ્ટ, એકને ઈજા : બારીબારણા અને કારના કાચ તૂટ્યા

Vadodara : વડોદરાના ફતેગંજ વિસ્તારમાં આજે સવારે એક બિલ્ડિગની ખાનગી ઓફિસમાં પ્રચંડ બ્લાસ્ટ થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. આ બનાવમાં એક વ્યક્તિને ઇજા થતા ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
ફતેગંજના કમાટીપુરા વિસ્તારમાં આવેલી અમન બિલ્ડીંગના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર બ્લાસ્ટ થયો હોવાની પ્રાથમિક માહિતી મળી છે. બ્લાસ્ટનું કારણ જાણવા મળ્યું નથી. પરંતુ બ્લાસ્ટને કારણે બારી બારણાના કાચનો ભૂકો થઈ ગયો હતો જ્યારે બહાર ઉભેલી એક કારને પણ નુકસાન થયું હતું.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઉપરોક્ત બિલ્ડીંગના માલિક સૈયદ રજાક છે. જ્યારે, મકસુદ હબીબ મિયા શેખ નામના 36 વર્ષે યુવકને ઈજા થતાં સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પોલીસે પણ આ બાબતે તપાસ હાથ ધરી છે.