Baroda

બહેનપણીના બોયફ્રેન્ડના ચક્કરમાં પરિણીતા ફસાઇ,બોયફ્રેન્ડની ધમકી..બીજી ગર્લફ્રેન્ડ મળશે પછી જ તને છોડીશ

By GS Team
10 Oct 20261 min read
TukuTouch Logo
વડોદરામાં હોસ્પિટલ કર્મી મહિલાને બહેનપણીના બોયફ્રેન્ડ સાથેની પ્રેમલીલા ભારે પડી. 5 વર્ષના સંતાનની માતા આ મહિલા પ્રેમસંબંધ તોડવા માંગતી હતી, પણ પ્રેમી બ્લેકમેલ કરી ફોટો-વીડિયો વાયરલ કરવાની ધમકી આપતો હતો. આખરે મહિલાએ અભયમ 181 અને પોલીસની મદદ લેતા, પ્રેમીએ તમામ ફોટા-વીડિયો ડિલીટ કરી સંબંધનો અંત લાવ્યો.

Summarized by AI; it may make mistakes. Check important info

બહેનપણીના બોયફ્રેન્ડના ચક્કરમાં પરિણીતા ફસાઇ,બોયફ્રેન્ડની ધમકી..બીજી ગર્લફ્રેન્ડ મળશે પછી જ તને છોડીશ

વડોદરાની એક હોસ્પિટલમાં ફરજ બજાવતી મહિલા કર્મીને તેની બહેનપણીના બોયફ્રેન્ડ સાથેની પ્રેમલીલા ભારે પડી છે.પ્રેમી તેને છોડવા તૈયાર નહિ હોવાથી આખરે મહિલાએ પોલીસ અને સંસ્થાની મદદથી પાઠ ભણાવતાં તે સીધો દોર થઇ ગયો છે.
પાંચેક વર્ષનું સંતાન ધરાવતી મહિલા તેની ખાસ બહેનપણીના બોયફ્રેન્ડના પરિચયમાં આવી હતી અને ત્યારબાદ બંને વચ્ચેનો સબંધ ગાઢ બન્યો હતો.મહિલા સાથે જબરદસ્તી શારીરિક સબંધો બાંધનાર પ્રેમીથી છૂટવા માટે મહિલાએ પ્રયાસો કર્યા હતા.પરંતુ પ્રેમી તેને છોડવા તૈયાર નહતો.
મહિલાએ વારંવાર વિનંતી કરતાં પ્રેમીએ નવી બહેનપણી મળે ત્યાં સુધી સબંધ રાખવો પડશે તેમ કહી બ્લેકમેલ કરવા માંડી હતી.તેણે જો સબંધ નહિ રાખે તો મહિલાના પતિને ફોટો અને વીડિયો પહોંચાડવાની પણ ધમકી આપતાં આખરે મહિલાએ તેના પર અધિકાર જમાવી રહેલા પ્રેમીને પાઠ ભણાવવા અભયમની મદદ લીધી હતી.
અભયમની ટીમે બંનેનું કાઉન્સેલિંગ કર્યું હતું.પ્રેમી દલીલો કરતો હોવાથી અને ફોટા તેમજ વીડિયો ડિલીટ નહિ કરતો હોવાથી આખરે મહિલાને નજીકના પોલીસ સ્ટેશનમાં મોકલવામાં આવી હતી.જ્યાં ફરિયાદ માટે તૈયારી થતાં પ્રેમીએ ફોટા અને વીડિયો ડિલીટ કરવાની તૈયારી બતાવી હોવાનું જાણવા મળ્યું છે.