Baroda
મકરપુરાની જાગનાથ ભોજનાલયમાંથી ગાંજો પકડાયો
By GS Team
10 Aug 20261 min read
મકરપુરા GIDCમાં 'જાગનાથ ભોજનાલય'માંથી ક્રાઈમ બ્રાન્ચે 219 ગ્રામ ગાંજો ઝડપી પાડ્યો છે. ભોજનાલય સંચાલક સુખદેવ પનાડ ગાંજાનું વેચાણ કરતો હોવાની બાતમી મળતા પોલીસે દરોડો પાડ્યો હતો. ગોદડા નીચે છુપાવેલો રૂ. 11,000નો ગાંજો અને 16 પ્લાસ્ટિક કોથળીઓ મળી આવી હતી. આરોપીની પૂછપરછમાં રિક્ષાવાળો ગાંજો આપી જતો હોવાનું ખુલતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Summarized by AI; it may make mistakes. Check important info

મકરપુરા જીઆઇડીસીમાં આવેલા એક ભોજનાલયમાંથી પોલીસને ગાંજો મળી આવતાં તેના સંચાલકની પૂછપરછ કરવામાં આવી છે.
જીઆઇડીસીમાં ભોજનાલયની આડમાં ગાંજાનું વેચાણ ચાલતું હોવાની માહિતી મળતાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે જાગનાથ ભોજનાલય ચલાવતા સુખદેવ ભાઉરાવ પનાડ(સિકોતર નગર,મકરપુરા,જીઆઇડીસી કોલોની પાછળ) ઉપર વોચ રાખી હતી.
પોલીસે ભોજનાલયમાં છાપો મારતાં ગોદડા નીચેથી પ્લાસ્ટિકની કોથળીમાંથી કુલ રૃ.૧૧ હજારની કિંમતનો ૨૧૯ ગ્રામ ગાંજો મળી આવ્યો હતો.પોલીસે ૧૬ નંગ પ્લાસ્ટિકની કોથળીઓ પણ કબજે કરી હતી.
આરોપીની પૂછપરછ દરમિયાન ગાંજાનો જથ્થો કોઇ રિક્ષાવાળો આપી જતો હોવાની વિગતો ખૂલતાં પોલીસે તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.