Baroda

વડોદરા જિલ્લાના કાશીપુરા ચોકડી નજીક ચાની લારી પર ગાંજાનો કારોબાર : એકની ધરપકડ

By GS Team
8 Aug 20261 min read
TukuTouch Logo
વડોદરા જિલ્લાના કાશીપુરા ચોકડી નજીક એક ચાની કેબિનમાંથી પોલીસે ગાંજાનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. સુરેનસિંહ યોગેન્દ્રસિંહ નામના શખ્સ પાસેથી 1,140 ગ્રામ ગાંજો, 2 મોબાઈલ ફોન અને અન્ય સામગ્રી મળી કુલ રૂ. 61,100નો મુદ્દામાલ જપ્ત કરાયો છે. પોલીસે NDPS એક્ટ હેઠળ કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા જિલ્લાના કાશીપુરા ચોકડી નજીક ચાની લારી પર ગાંજાનો કારોબાર : એકની ધરપકડ

Vadodara News : વડોદરા જિલ્લાના કાશીપુરા ચોકડી નજીક ચાની એક કેબિનમાં વેચાતો ગાંજાનો જથ્થો પોલીસે ઝડપી પાડી એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસના જણાવ્યા મુજબ સુરેનસિંહ યોગેન્દ્રસિંહ હાલ વડોદરા જિલ્લાના રમણગામડી ગામે રહે છે અને મૂળ રાજસ્થાનના બ્યાવર જિલ્લાના તોડગઢ તાલુકાના અરનાલી ગામનો રહેવાસી છે. તે પોતાના કબજામાં વનસ્પતિજન્ય ગાંજા જેવા માદક પદાર્થનો જથ્થો ગેરકાયદેસર રીતે રાખતો હોવાની હકીકત મળતા પોલીસ સ્ટાફે દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન તેના કબજામાંથી કુલ 1,140 ગ્રામ જેટલો માદક પદાર્થ, બે મોબાઇલ ફોન, પ્લાસ્ટિકની નાની ઝિપલોકવાળી કોથળીઓ તથા સ્ટીલનો ચોરસ ડબ્બો મળી આવ્યો હતો. પોલીસે કુલ રૂ.61,100નો મુદ્દામાલ કબજે કરી આરોપી વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.