Baroda

સહકારી ક્ષેત્રે મેન્ડેટ પ્રથા ભાજપ માટે સરદર્દઃ સાવલી APMCમાં ભાજપની જાણ બહાર અને મેન્ડેટ વગર ઉપપ્રમુખની વરણી

By GS Team
28 Sep 20261 min read
TukuTouch Logo
વડોદરા જિલ્લામાં ભાજપના સહકારી ક્ષેત્રે બેવડા માપદંડ ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. સાવલી APMCમાં ભાજપના નેતાઓને પૂછ્યા વગર જ ઉપપ્રમુખ બદલી દેવાયા. મેન્ડેટ પ્રથાથી વિવાદ વકર્યો છે. બરોડા ડેરીમાં પણ ચેરમેન ચૂંટણીમાં વિલંબ થયો હતો. હવે, સાવલી APMCમાં ભગવાનસિંહ જાદવના રાજીનામા બાદ, મેન્ડેટની રાહ જોયા વગર વિપુલ પટેલને ઉપપ્રમુખ બનાવાતા કાર્યકરોમાં રોષ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સહકારી ક્ષેત્રે મેન્ડેટ પ્રથા ભાજપ માટે સરદર્દઃ સાવલી APMCમાં ભાજપની જાણ બહાર અને મેન્ડેટ વગર ઉપપ્રમુખની વરણી

વડોદરા જિલ્લાના સહકારી ક્ષેત્રે ભાજપના બેવડા માપદંડ કાર્યકરોમાં ચર્ચાનો વિષય બન્યા છે.સાવલી એપીએમસીમાં આજે ભાજપના નેતાઓને પૂછ્યા વગર જ ઉપપ્રમુખને બદલી દેવામાં આવ્યા હતા.
સહકારી ક્ષેત્રે મેન્ડેટ પ્રથાનો અમલ કર્યા બાદ ભાજપમાં સતત વિવાદ ચાલી રહ્યો છે. મેન્ડેટની આડ લઇને ભાજપના કેટલાક નેતાઓ પોતાના માનીતાને હોદ્દા અપાવી રહ્યા હોવાના અને બહુમતી સભ્યો તરફેણ કરતા હોય તેવાને હોદ્દો નહિ આપીને બળવાખોર તરીકે જાહેર કરવામાં આવતા હોવાના કિસ્સા ચર્ચામાં રહ્યા છે.
બરોડા ડેરીમાં આવા જ કારણોસર ચેરમેનની ચૂંટણી જાહેર કરાતી નહતી અને ઊહાપોહ થયા બાદ જાહેર કરાઇ ત્યારે તમામ ૧૩ ડિરેક્ટરોની સર્વસંમતિ હોવા છતાં ત્રણ જિલ્લાના હોદ્દેદારોની સેન્સ પ્રક્રિયા લઇ લાંબી પ્રક્રિયા કરવામાં આવી હતી.તો બીજીતરફ સાવલી એપીએમસીમાં ત્રણ મહિના પહેલાં જ મેન્ડેટથી ઉપપ્રમુખ બનેલા ભગવાન સિંહ જાદવે રાજીનામું આપતાં આજે બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મીટિંગમાં ભાજપના જિલ્લાના હોદ્દેદારોને પૂછ્યા વગર અને મેન્ડેટની રાહ જોયા વગર વિપુલ પટેલની નિયુક્તિ કરી દેવામાં આવી હતી,જેથી ભાજપના કાર્યકરોમાં આ મુદ્દો ચર્ચાની એરણે રહ્યો છે.