Baroda

ઊંચા વ્યાજની સ્કીમમાં ઇન્વેસ્ટર્સ પાસે 97 લાખ ખંખેરી પેઢીના સંચાલકોએ ઓફિસને તાળાં મારી દીધા

By GS Team
17 Aug 20262 mins read
TukuTouch Logo
અમદાવાદ અને વડોદરામાં ખાનગી પેઢી દ્વારા ઊંચા વ્યાજની લાલચ આપી રોકાણકારો પાસેથી કરોડો રૂપિયા પડાવી લીધા છે. યુનિક મર્કન્ટાઇલ્સ અને યુનિક સ્વયં મલ્ટિપર્પઝ કંપનીના સંચાલકો રાજકુમાર કૈલાસરાય, રાહુલ રાજકુમાર રાય, ઉષા રાજકુમાર રાય, અનુભવ મહેન્દ્ર તિવારી સહિતના સામે કારેલીબાગ પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આશ્રમરોડ અને કારેલીબાગની ઓફિસોને તાળાં મારી દેવાયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઊંચા વ્યાજની સ્કીમમાં ઇન્વેસ્ટર્સ પાસે 97 લાખ ખંખેરી પેઢીના સંચાલકોએ ઓફિસને તાળાં મારી દીધા

અમદાવાદ અને વડોદરામાં કાર્યરત ખાનગી પેઢી દ્વારા ઊંચુ વ્યાજ આપવાની સ્કીમમાં લીધેલા નાણાં પાકતી મુદતે પરત નહિ કરી ઓફિસોને તાળાં મારી દેતાં તેના સંચાલકો સામે ગુનો નોંધાયો છે.ઇન્વેસ્ટરોની સંખ્યા હજી વધે તેમ જણાય છે.
કારેલીબાગની વૃન્દાવન સોસાયટીમાં રહેતા મિતેષકુમાર શાહે પોલીસને કહ્યું છે કે વર્ષ-૨૦૧૭માં મારા મિત્ર શૈલેષભાઇ પટેલે કારેલીબાગ હીરાવંતી ચેમ્બરમાં બીજા માળે આવેલી યુનિક મર્કન્ટાઇલ્સ ઇન્ડિયા લિ.દ્વારા રોકાણ પર સારું વળતર આપવામાં આવતું હોવાની વાત કરતાં મેં ઓફિસે જઇ તપાસ કરી હતી.જ્યાં મને રૃ.એક લાખના રોકાણ પર મહિને રૃ.૯૫૦ વ્યાજ(૧૧ ટકાથી વધુ) આપવાની સ્કીમ બતાવાઇ હતી.
મેં યુનિક મર્કન્ટાઇલ્સ,તેની બીજી કંપની યુનિક સ્વયં મલ્ટિસ્ટેટ મલ્ટિપર્પઝ કો ઓ સો.અને વિક્ટરી સ્કાય એન્ટરપ્રાઇઝમાં તબક્કાવાર રૃ.૮૪.૬૬ લાખનું રોકાણ કર્યું હતું.જ્યારે મારી જેમ સુરેશચંદ્ર સીતારામ ચૌહાણે રૃ.૧૨.૪૫ લાખનું રોકાણ કર્યું હતું.પરંતુ વર્ષ-૨૦૨૧માં પાકતી મુદતે નાણાં પરત કર્યા નહતા.
ઇન્વેસ્ટરે કહ્યું છે કે,વડોદરા ઉપરાંત અમદાવાદના આશ્રમરોડ ખાતે વિશાલ કોમર્શિયલ સેન્ટર અને યુનિક હાઉસ ખાતેની હેડ ઓફિસમાં તપાસ કરતાં ઓફિસ બંધ જણાઇ આવી હતી.કારેલીબાગ પોલીસે આ અંગે સંચાલકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
કોની કોની સામે ગુનો નોંધાયો

યુનિક મર્કન્ટાઇલ્સ અને યુનિક સ્વયં મલ્ટિપર્પઝના નામે છેતરપિંડી કરનારા આરોપીના નામો નીચે મુજબ છે.
(૧) યુનિક મર્કન્ટાઇલ્સના ડાયરેક્ટર રાજકુમાર કૈલાસરાય (પાર્ક એવન્યૂ,ગુલાબ ટાવર,થલતેજ,અમદાવાદ).
(૨) રાહુલ રાજકુમાર રાય(ઉપર મુજબ)
(૩)ઉષા રાજકુમાર રાય(ઉપર મુજબ)
(૪) અનુભવ મહેન્દ્ર તિવારી
(૫) યુનિક મલ્ટિપર્પઝ કો.ઓ.અને વિક્ટરી સ્કાય એન્ટરપ્રાઇઝ એન્ડ ઓપરેટર એલએલપીના જવાબદાર અધિકારીઓ.