USની બેન્કમાંથી 4 કરોડની બિઝનેસ લોનના નામે વેપારી પાસે 17લાખ પડાવનાર ઝડપાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરાના વેપારીને યુએસની બેન્કમાંથી બિઝનેસ લોન અપાવવાના નામે રૃ.૧૭.૭૧ લાખની ઠગાઇ આચરવાના કિસ્સામાં ગોરવા પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે.
ઇલોરાપાર્ક ખાતે શ્રીજી આસ્થા એવન્યૂમાં ઓફિસ ધરાવી સ્ટીલનો ધંધો કરતા વેપારી આદિત્ય પારેખે ફરિયાદમાં કહ્યું હતું કે,મેં અગાઉ ધંધા માટે લોન લીધી હોવાથી લોન અપાવનાર રાકેશ જગદીશચંદ્ર ઠાકોર(જગન્નાથપૂરમ,લાલબાગ પાસે, માંજલપુર)ને ડિસેમ્બર-૨૦૨૨માં મારી ઓફિસે બોલાવી ધંધાની પ્રગતિ માટે ફરી લોન લેવા માટે વાત કરી હતી.
રાકેશે યુએસના ટેક્સાસ ખાતેની એસડી ટીબી બેન્કમાંથી ૪ કરોડની લોન અપાવવાની વાત કરી મારી પાસે ચેકલિસ્ટ માગતા તે મુજબના દસ્તાવેજો પુરા પાડયા હતા.રાકેશે આ પેટે મારી પાસે કુલ રૃ.૧૭.૭૧લાખ લીધા હતા અને છ થી આઠ મહિનામાં લોનની રકમ આવી જશે તેમ કહ્યું હતું.
લોનની રકમ નહિ આવતાં તપાસ કરી તો આવી કોઇ બેન્ક જ નહિ હોવાનું ખૂલ્યું હતું.જેથી ગોરવા પોલીસે આ ફરિયાદને આધારે ગુનો નોંધી રાકેશકુમાર જગદીશચંદ્ર ઠાકોર(જગન્નાથ પૂરમ,લાલબાગ સામે, માંજલપુર)ની ધરપકડ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.આરોપીના રિમાન્ડ પુરા થતાં કોર્ટે તેને જ્યુ. કસ્ટડીમાં મોકલવાનો હુકમ કર્યો હતો.




