પરિણીતાના ન્યૂડ વીડિયો ઉતારી બ્લેકમેલ કરનાર ઝડપાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

લગ્નની લાલચ આપી અવાર - નવાર શારીરિક સંબંધ બાંધી વીડિયો ઉતારી તેના આધારે બ્લેકમેલ કરનાર આરોપીની અટલાદરા પોલીસે ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે, મહિલાને લગ્ન કરવાની લાલચ આપી આરોપી અમન ગુલશનભાઇ અરોડા, ઉ.વ.૨૮ (રહે. મહાદેવ પી.જી. ગુરૃકુળ રોડ,થલતેજ,અમદાવાદ,મૂળ રહે. બાયડ,જિ.અરવલ્લી) હરણી એરપોર્ટ નજીકની મિલન હોટલમાં લઇ ગયો હતો.જ્યાં તેણે શરીર સંબંધ બાંધ્યો હતો. મહિલાના છૂટાછેડા થઇ ગયા પછી લગ્ન કરવાની લાલચ આરોપીએ આપી હતી. શરીર સંબંધ બાંધતા સમયે આરોપીએ ન્યૂડ ફોટા અને વીડિયો પોતાના ફોનમાં ઉતારી લીધા હતા. તેના આધારે મહિલાને બ્લેકમેલ કરી આરોપીએ સોાનાની એક તોલાની ચેન તથા ૧.૪૫ લાખનો મોબાઇલ ફોન પડાવી લીધા હતા. તેમજ રોકડા સાડા ત્રણ લાખ પણ પડાવ્યા હતા. આરોપી વીડિયો અને ફોટા વાયરલ કરવાની ધમકી આપી અવાર - નવાર શરીર સંબંધ પણ બાંધતો હતો. અટલાદરા પોલીસે ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી છે.




