GUJCTOCના ગુનામાં લાંબા સમયથી ફરાર લાલુ સિંધી ગેંગનો બુટલેગર ઝડપાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Police : સમગ્ર રાજ્યમાં વિદેશી દારૂનું મોટું નેટવર્ક ધરાવતી લાલુ સિન્ધી ગેંગ સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરાયા બાદ ગેંગના ફરાર થઈ ગયેલા વધુ એક સાગરીતને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે.
લાલુ સિન્ધી ગેંગ દ્વારા સંગઠીત ટોળકી બનાવી છેલ્લા 10 વર્ષમાં વડોદરા તથા આસપાસના જિલ્લામાં ગુનાઓ કરી આતંક ફેલાવ્યો હતો. ખૂન, ખંડણી, ધાડ, ખોટા દસ્તાવેજો બનાવવા, રાજ્ય સેવક પર હુમલો, આર્મ્સ એક્ટ તથા વિદેશી દારૂની હેરાફેરીના મળી કુલ 106 ગુનાઓ આચરવામાં આવ્યા હતા. જેમાં 12 આરોપીઓ સામે છેલ્લા 10 વર્ષમાં બે કે બે કરતા વધુ 81 ગુનાઓ દાખલ થયા હતા. આ તમામ ગુનાઓના પૂરતા પુરાવા મળતા તપાસના અંતે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. આરોપીઓ સામે સખતમાં સખત અટકાયતી પગલા લેવામાં આવ્યા હોવા છતાંય તેઓની ગુનાઇત પ્રવૃત્તિ અટકી નહતી. જેથી, આ ટોળકી સામે તા.3જી મે એ ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
આ ગુનામાં મુખ્ય સૂત્રધાર લાલુ સિંધી સહિતના સાગરીતોને ઝડપી પાડવામાં આવ્યા હતા. જ્યારે, ટોળકીનો ત્રણ મહિનાથી ફરાર આરોપી હેમંત ઉર્ફે બાબુ નાનકરામ સચવાણી (સંત કવર કોલોની, વારસિયા) તેના ઘેર આવ્યો હોવાની પોલીસને માહિતી મળતા તેને ઝડપી પાડવામાં આવ્યો છે. હેમંત સામે દારૂ જુગાર અને ચોરીના કુલ 27 ગુના નોંધાયા હતા અને છ વખત પાસા હેઠળ અટકાયત પણ થઈ હતી.









