દારૃની લક્ઝરીબસમાં હેરાફેરીઃહંસચાલ ટ્રાવેલ્સના ડ્રાઇવર-ક્લિનર છ લાખના દારૃ સાથે પકડાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

હરણી ગોલ્ડન ચોકડી પાસે આજે વહેલી સવારે ફરી એક વાર દારૃનો મોટો જથ્થો પકડાયો છે.પોલીસે લક્ઝરી બસમાં દારૃ લાવનાર ડ્રાઇવર-ક્લિનરની ધરપકડ કરી છ લાખનો દારૃ અને લક્ઝરી સહિત રૃ.૨૧ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
હરણી પોલીસની ટીમ સવારે પેટ્રોલિંગમાં હતી ત્યારે હાલોલ તરફથી આવી રહેલી હંસચાલ ટ્રાવેલ્સની લક્ઝરી બસને પોલીસે અટકાવી તપાસ કરતાં ડિકિમાંથી રૃ.છ લાખની કિંમતની દારૃ અને બીયરની કુલ ૯૪૪ બોટલ મળી હતી.પોલીસે ડ્રાઇવર સાદિકઅલી હુસેનઅલી સૈયદ(હસનાબાદ, ઇન્દૌર,એમપી)અને ક્લિનર ધર્મેન્દ્ર મદનલાલ માલાકાલ(કરેડી ગામ,રાજગઢ, મધ્યપ્રદેશ)ની ધરપકડ કરી હતી.
પૂછપરછ દરમિયાન દારૃનો જથ્થો એમપીના થરાદ રોડ પરથી અજાણ્યો શખ્સ મૂકી ગયો હોવાની અને પવન નામનો શખ્સ ડિલિવરી લેવા માટે ગોલ્ડન ચોકડી પાસે આવનાર હોવાની વિગતો મળી હતી.પોલીસે પવનનો મોબાઇલ નંબર મેળવી વધુ તપાસ હાથ ધરી છે.




