વડોદરા પાસે દેવનદીકાંઠા વિસ્તારોમાં દીપડાનો ભારે ખોફ,લોકોનું જાગરણઃફોરેસ્ટનું પેટ્રોલિંગ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા નજીક આવેલા ફ્લોડ ગામે દીપડાએ બે ગ્રામજનો પર કરેલા હુમલાના બનાવ બાદ નદી કાંઠાના ગ્રામજનો એલર્ટ થઇ ગયા છે.જ્યારે ફોરેસ્ટ વિભાગે પણ પેટ્રોલિંગ જારી રાખ્યું છે.
વાઘોડિયા તાલુકામાં દીપડો વારંવાર ત્રાટકીને પશુઓનું મારણ કરતો હોવાથી ગ્રામજનો દ્વારા પાંજરા મુકવાની માગ કરાઇ હતી.પરંતુ બે દિવસ પહેલાં દેવનદીના કાંઠે આવેલા ફ્લોડ ગામે બે ગ્રામજન પર દીપડાએ હુમલો કરતાં હવે દીપડો ફરી હુમલો ના કરે તે માટે ગ્રામજનો એલર્ટ બન્યા છે.આ બંને ગ્રામજનની હાલત સુધારા પર છે.
પ્રાપ્ત વિગતો મુજબ ફ્લોડ ગામમાં દીપડાના ખોફથી લોકો જાગરણ કરતા થયા છે.તો ફ્લોડ ગામની આસપાસમાં દીપડાની દહેશતવાળા વ્યારા,સાકરીયા પુરા,દંખેડા, વેજલપુર,ગોજાલી સહિતના ગામોમાં પણ લોકો એલર્ટ થઇ ગયા છે અને રાત્રે અવરજવર તેમજ બહાર સુવાનું ટાળી રહ્યા છે.
ગ્રામજનોનું કહેવું છે કે,ફોરેસ્ટ વિભાગ દ્વારા બે-ચાર દિવસ પાંજરા મૂકીને દેખરેખ રાખવામાં આવશે અને ત્યારબાદ ફરી રાબેતા મુજબની સ્થિતિ થઇ જશે.જેથી ફોરેસ્ટ વિભાગે કાયમી ધોરણે પેટ્રોલિંગ અને પાંજરા મૂકીને ઉપાય લાવવો જોઇએ.









