Baroda

શહેરમાં અલગ-અલગ ત્રણ સ્થળોએ ભૂવા પડવાની ઘટનાઓ

By GS Team
1 Aug 20261 min read
TukuTouch Logo
શહેરમાં વરસાદ વચ્ચે વોર્ડ નં. 12, 10 અને 14માં નવા ભૂવા પડ્યા છે. મુજમહુડા, ગોત્રી અને દાંડિયાબજાર વિસ્તારોમાં 6 થી 12 ફૂટ ઊંડા ભૂવા પડતાં સ્થાનિકોમાં રોષ છે. કોંગ્રેસ કાર્યકરોએ વર્ષો જૂની પાણીની લાઈન તૂટવાથી ધોવાણ થયું હોવાનું જણાવ્યું. તંત્રએ બેરીકેડ મૂકીને કામગીરી હાથ ધરી છે, પરંતુ ભ્રષ્ટાચાર અને બેદરકારીના આક્ષેપો થયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

શહેરમાં અલગ-અલગ ત્રણ  સ્થળોએ ભૂવા પડવાની ઘટનાઓ

શહેરમાં વરસાદી માહોલ વચ્ચે રસ્તાઓ પર ભૂવા પડવાની ઘટનાઓ સતત સામે આવી રહી છે. આજે વોર્ડ નં. ૧૨, ૧૦ અને ૧૪માં ભૂવા પડયા છે.

મુજમહુડા ખાતે માધવનગર ગાર્ડન ચાર રસ્તા પાસે રસ્તા પર છ ફૂટ પહોળો અને આઠ ફૂટ ઊંડો ભૂવો પડયો છે. કોંગી કાર્યકરનું કહેવું છે કે વર્ષો જૂની પાણીની લાઇન તૂટી જવાથી રસ્તાનું ધોવાણ થતાં ભૂવો પડયો છે, જેના પરિણામે પાણીની લાઇનને નુકસાન પહોંચતાં આસપાસના વિસ્તારોમાં પાણી પુરવઠો પણ ખોરવાશે.

ગોત્રી પાણીની ટાંકી પાસે રસ્તા પર ત્રણ ફૂટ પહોળો અને છ ફૂટ ઊંડો ભૂવો પડયો છે. તંત્ર દ્વારા સ્થળ પર બેરીકેડ ગોઠવવામાં આવ્યા છે. કોંગી કાર્યકરે તંત્રની બેદરકારી અને ભ્રષ્ટાચારનું પરિણામ ગણાવી કોઈ દુર્ઘટના સર્જાય તો સંબંધિત અધિકારીઓ અથવા કાઉન્સિલરોની જવાબદારી નક્કી કરવા જણાવ્યું છે.

દાંડિયાબજાર વિસ્તારમાં ભાલેરાવ ટેકરી પાસે ત્રણ ફૂટ પહોળો અને ૧૨ ફૂટ ઊંડો ભૂવો પડયો છે. કોંગી કાઉન્સિલરે તાત્કાલિક સમારકામની માગ કરી છે.