અટલાદરાની બાલવાડીમાં પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળ્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વોર્ડ નંબર ૧૨માં અટલાદરાની કાશીબા બાલવાડી નંબર-૮માં આંગણવાડી અને બાલવાડીમાં અભ્યાસ કરતા આશરે ૧૨૦ બાળકો પાયાની સુવિધાઓના અભાવે પરેશાની ભોગવી રહ્યા છે.
સામાજિક કાર્યકરે કહ્યું કે બાલવાડીમાં બાળકો માટે યોગ્ય બાથરૃમની સુવિધા ન હોવાથી ભૂલકાઓને ખુલ્લામાં જવાની ફરજ પડે છે. આ ઉપરાંત પીવા માટે ચોખ્ખું પાણી મળતું નથી. બાલવાડી સુધી અવરજવર માટે પણ સારો રસ્તો ન હોવાથી બાળકો ઉપરાંત તેમને લેવા-મૂકવા આવતા વાલીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
બાલવાડીની આસપાસ નિયમિત સફાઈ થતી ન હોવાના કારણે ચારે તરફ ગંદકી જોવા મળે છે અને દુર્ગંધના કારણે બાળકોના સ્વાસ્થ્ય સામે પણ સવાલો ઊભા થયા છે. નાના ભૂલકાઓ જ્યાં અભ્યાસ કરે છે ત્યાં જ સ્વચ્છતા અને પાયાની સુવિધાઓનો અભાવ હોવાને કારણે વાલીઓમાં પણ નારાજગી જોવા મળી રહી છે. આ સમસ્યાઓ હલ કરવા માગ કરી છે.




