કોટણાની જમીનના સોદાનો વિવાદ,મૃત વ્યક્તિના નામે બોગસ વ્યક્તિએ રજિસ્ટ્રાર સમક્ષ ફોટો પડાવી સહી કરી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા તાલુકાના કોટણા ગામે એક વીઘા(હાલની બજાર કિંમત આશરે રૃ.૫૦ લાખની આસપાસ) જમીનનો ખોટી રીતે સોદો કરી લેવામાં આવ્યો હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે જમીન ખરીદનારા તેમજ અન્ય મળતીયાઓ સામે ગુનો નોંધ્યો છે.
અનગઢ ગામે રહેતા મહેશભાઇ ગોહિલે પોલીસને કહ્યું છે કે,મારા કુટુંબની જમીન અગાઉ વર્ષ-૨૦૦૯માં સંજય રમેશભાઇ ચિત્રેને રૃ.૪.૯૦ લાખમાં વેચવામાં આવી હતી.પરંતુ તેઓ ખેડૂત નહિ હોવાથી દસ્તાવેજ રદ થયો હતો.ત્યારબાદ આ જમીનનો સોદો હરણીના રમેશકુમાર શ્રીનાથ અને નૃપેશકુમાર પટેલ સાથે થયો હતો.જેમાં અમારા ગામના રણજિત ભાઇલાલભાઇ ગોહિલ સાક્ષી રહ્યા હતા.
ફરિયાદમાં કહેવાયું છે કે,જમીનના સોદામાં મારા કાકાના દીકરા સોમાભાઇ મેલાભાઇ ગોહિલની સહી અને તેના બદલે કોઇ અજાણ્યાનો ફોટો લગાવવામાં આવ્યો છે.જે તારીખે સબ રજિસ્ટ્રાર સમક્ષ ફોટો પાડવામાં આવ્યો અને સહી કરવામાં આવી ત્યારે સોમાભાઇ હયાત નહતા.જેથી તેમના નામે કોઇ ત્રાહિત વ્યક્તિને ઉભા રાખીને દસ્તાવેજ કરવામાં આવ્યો છે.
નંદેસરી પોલીસે આ ફરિયાદને આધારે સંજય રમેશભાઇ ચિત્રે(રાજારામ સો.,મુજ મહુડા),રણજિત ભાઇલાલભાઇ ગોહિલ (અનગઢ),રાજેશ ચન્દ્રકાન્ત શિર્કે(પિતાંબર પોળ,ફતેપુરા),રમેશકુમાર અરજણભાઇ શ્રીનાથ(સિધ્ધાર્થ રેસિડેન્સી,હરણી),નૃપેશ કુમાર કાન્તિલાલ પટેલ(ભાયલી,પંચમપર્ણ સોસાયટી) અને સબ રજિસ્ટ્રાર સામે ફોટો પડાવનાર વ્યક્તિ સામે ગુનો નોંધ્યો છે.




