Baroda

કલાલી બિલ રોડ ધોળે દહાડે દીકરીને સ્કૂલેથી લઇને ઘરે જતી મહિલાનો અછોડો તોડી લૂંટારાઓ ફરાર

By GS Team
3 Sep 20261 min read
TukuTouch Logo
વડોદરાના કલાલી બિલ રોડ પર ચાલતી જતી મહિલાના ગળામાંથી સોનાની ચેઈન આંચકીને 2 આરોપીઓ ફરાર થઈ ગયા હતા. 27 ઓગસ્ટે બપોરે પોણા બાર વાગ્યે સરિતાબેન દીકરીને સ્કૂલેથી લઈ પરત ફરતા હતા, ત્યારે પાછળથી આવેલા બાઈક સવારોએ 20 ગ્રામ વજનની 50,000ની ચેઈન અને 7,000નું પેન્ડલ તોડીને ભાગી ગયા. અટલાદરા પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કલાલી બિલ રોડ ધોળે દહાડે દીકરીને સ્કૂલેથી લઇને ઘરે જતી મહિલાનો અછોડો તોડી લૂંટારાઓ ફરાર

Vadodara Chain Snatching : વડોદરાના કલાલી બિલ રોડ પર ચાલતી જતી મહિલાના ગળામાંથી સોનાની ચેન આંચકીને બે આરોપીઓ ફરાર થઇ ગયા હતા. અટલાદરા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.
બિલ કલાલી રોડ પર સાફલ્ય રાઇશ ઓરો વિલા 02 ની બાજુમાં રહેતા દિપુભાઇ પીલ્લે ખાનગી હોસ્પિટલમાં મેનેજર તરીકે નોકરી કરે છે. તેમના પત્ની સરીતાબેન ઘરકામ કરે છે. ગત 27 મી ઓગસ્ટે બપોરે પોણા બાર વાગ્યે સરીતાબેન દીકરીને સ્કૂલે લેવા ચાલતા નીકળ્યા હતા. દીકરીને સ્કૂલેથી લઇને કલાલી બિલ રોડ શ્રી હરિ ડૂપ્લેક્સ સામેના ખેતર નજીકથી તેઓ જઇ રહ્યા હતા. તે દરમિયાન પાછળથી આવેલા બે આરોપીઓ તેમના ગળામાંથી સોનાની ચેન લોકેટ સાથેની આંચકીને તોડીને દોડતા દોડતા ભાગી ગયા હતા. મહિલાએ બૂમાબૂમ કરતા આજુબાજુના લોકો ભેગા થઇ ગયા હતા. સોનાની 20 ગ્રામ વજનની કિંમત પોલીસે 50 હજાર તેમજ પેન્ડલની કિંમત 7 હજાર ગણી છે.