શટલ રિક્ષામાં બેસેલી મહિલાના પર્સમાંથી દાગીના ચોરાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Crime : વડોદરામાં શટલ રિક્ષામાં બેસેલી મહિલાઓના પર્સમાંથી ચાર તોલાના દાગીના ચોરાઇ ગયા હતા. જે અંગે પાણીગેટ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાની શ્રીનાથ સોસાયટીમાં રહેતા જશુબેન પ્રવિણસિંહ રાઠોડ (ઉં.વ.55) વેજલપુર પી.એસ.સી. ના સબ સેન્ટરમાં નર્સ તરીકે નોકરી કરે છે. પાણીગેટ પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મારા ભત્રીજાનું લગ્ન હોઇ તેની પત્ની માટે દાગીના ખરીદવાના હતા. જેથી, હું તથા મારા ભાભી રૂપલબેન સોનાના જૂના દાગીના પર્સમાં લઇને વડોદરા આવ્યા હતા. વડોદરા સેન્ટ્રલ ડેપો પર ઉતરીને અમે અલકાપુરીના એક શો રૂમ પર ગયા હતા. જ્યાં અમારા જૂના દાગીનાની કિંમત ઓછી જણાવી હતી. જેથી, અમે ત્યાંથી વાઘોડિયારોડ વિસ્તારના એક શો રૂમ પર જવા માટે અલકાપુરીથી એક શટલ રિક્ષામાં બેઠા હોઇ અન્ય મુસાફરો પણ તેમાં બેઠા હતા. વાઘોડિયા રોડ પર અમે ઉતર્યા ત્યારે જોયું તો અમારા પર્સમાંથી સોનાના 3 તોલાની બંગડીઓ તથા એક તોલાનો બિસ્કિટ ગાયબ હતા.




