Baroda
છાણી બાદ ફાજલપુરના ફળિયામાં મકાનમાંથી દાગીના અને રોકડની ચોરી
By GS Team
8 Jul 20261 min read
વડોદરાના ગ્રામ્ય વિસ્તારોમાં ચોરીના બનાવો વધ્યા છે. છાણીના વાણિયાવાડમાં દાગીના ચોરાયા બાદ, ફાજલપુરના ડેરીવાળા ફળિયામાં ફતેસિંહ ગોહિલના બંધ મકાનને નિશાન બનાવાયું હતું. 5 થી 8 જુલાઈ દરમિયાન ચોરોએ દરવાજા તોડી સોના-ચાંદીના દાગીના અને રોકડા 35 હજાર સહિત કુલ 2 લાખથી વધુની મત્તા ચોરી લીધી હતી. નંદેસરી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરામાં ગીચ વિસ્તારોમાં બનતા ચોરીના બનાવોની જેમ હવેે આસપાસના ગ્રામ્ય વિસ્તારોની શેરીઓમાં પણ ચોરીના બનાવ બનવા માંડયા છે.
પંદરેક દિવસ પહેલાં છાણીના વાણિયાવાડના મકાનમાં રહેતા પરિવારજનો દવાખાનાના કામે બહાર ગયા ત્યારે તેમના મકાનમાંથી દાગીનાની ચોરીનો બનાવ બન્યો હતો.
આવી જ રીતે ફાજલપુર ખાતે ડેરીવાળા ફળિયામાં રહેતા ફતેસિંહ ગોહિલે પોલીસને કહ્યું છે કે,તા.૫થી ૮ જુલાઇ દરમિયાન કોઇ પણ સમયે તેમના મકાનના મુખ્ય દરવાજા અને અંદરના દરવાજાના નકૂચા તોડીને ત્રાટકેલા ચોરો સોના ચાંદીના દાગીના અને રોકડા રૃ.૩૫ હજાર મળી કુલ રૃ.બે લાખ ઉપરાંતની મતા ચોરી ગયા હતા.જેથી નંદેસરી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.