Baroda

50લાખની ખંડણી માગવાના ગુનાની તપાસ ક્રાઇમબ્રાન્ચને સોંપાઇ,માસ્કમેન શ્રેય પટેલને 3 દિવસના રિમાન્ડ

By GS Team
2 Nov 20261 min read
TukuTouch Logo
ભાજપના કોર્પોરેટર સ્મિત પટેલ પાસેથી 50 લાખની ખંડણી માંગવાના કેસમાં માસ્કમેન શ્રેય પટેલને વધુ 3 દિવસના રિમાન્ડ પર લેવાયો છે. ગોત્રી પોલીસે ધરપકડ કરેલા શ્રેયે વીડિયો વાયરલ કરવાની ધમકી આપી 25 હજાર લીધા હતા. ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ બી.ડી. જીતીયા હવે તેના સાગરિતો અને 80 લાખની ઓફર કરનારને શોધી કાઢશે.

Summarized by AI; it may make mistakes. Check important info

50લાખની ખંડણી માગવાના ગુનાની તપાસ ક્રાઇમબ્રાન્ચને સોંપાઇ,માસ્કમેન શ્રેય પટેલને 3 દિવસના રિમાન્ડ

ભાજપના કોર્પોરેટર અને તેમના વેપારી મિત્રને ધમકી આપી ૫૦ લાખની ખંડણી માગવાના કેસમાં પકડાયેલા માસ્કમેન શ્રેય પટેલને વધુ ત્રણ દિવસના રિમાન્ડ પર લેવામાં આવ્યો છે.
ભાજપના કોર્પોરેટર સ્મિત પટેલ અને તેના મિત્ર વિશેષ ઠક્કરને વારંવાર વીડિયો વાયરલ કરવાની ધમકી આપતા શ્રેય પટેલે તેમને કહ્યું હતું કે મને આ વીડિયો વાયરલ કરવા માટે કોઇ વ્યક્તિ રૃ.૮૦ લાખની ઓફર કરી રહી છે.પરંતુ જો તમે રૃ.૫૦ લાખ આપશો તો હું વીડિયો વાયરલ નહિ કરૃં.શ્રેય પટેલે ત્યારબાદ ટોકન પેટે રૃ.૨૫હજાર પણ લીધા હતા.
કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપના એક ઉમેદવારને હરાવવા માટે માસ્કમેન તરીકે વિરોધ પ્રદર્શન કરનાર શ્રેય પટેલની ગોત્રી પોલીસે ધરપકડ કરી હતી.પરંતુ રિમાન્ડ દરમિયાન તે ક્યો વીડિયો વાયરલ કરવાની ધમકી આપતો હતો,તેને ૮૦ લાખની ઓફર કોણે કરી હતી જેવી બાબતોમાં કોઇ વિગતો બહાર આવી નહતી.જેથી આ કેસની તપાસ હવે ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ બીડી જીતીયાને સોંપાતા તેમણે શ્રેય પટેલના સાગરિતોને શોધવા તેમજ મુદ્દાની તપાસ માટે કોર્ટમાંથી ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા છે.