Baroda

૨૦ કરોડના ખર્ચ સામે ૪૪ લાખની આવક, દર મહિને ૫ લાખનું વીજબિલ

By GS Team
29 Aug 20262 mins read
TukuTouch Logo
શહેરમાં સ્માર્ટ સિટી હેઠળ 20 કરોડના ખર્ચે 69 LED બોર્ડ લગાવાયા છે. ટેન્ડર પ્રક્રિયામાં વિવાદ થતા ગુજરાત હાઈકોર્ટે રદ કરી, નવેસરથી પ્રક્રિયાનો આદેશ આપ્યો. 3 વર્ષથી શોભાના ગાંઠિયા સમાન આ બોર્ડથી માત્ર 44 લાખની આવક થઈ, જ્યારે દર મહિને 5 લાખ વીજ બિલ પાછળ ખર્ચાય છે. હવે વધુ 10 કરોડના ખર્ચે 30 નવા બોર્ડ લગાવવાની યોજનાથી વિવાદ સર્જાયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

૨૦ કરોડના ખર્ચ સામે ૪૪ લાખની આવક, દર મહિને ૫ લાખનું વીજબિલ

સ્માર્ટ સિટિ અંતર્ગત જાહેરાતની આવક ઊભી કરવાના હેતુથી રૃા.૨૦ કરોડના ખર્ચે શહેરના વિવિધ વિસ્તારોમાં ૬૯ એલઇડી બોર્ડ લગાવાયા છે. જોકે આ એલઇડી બોર્ડની જાહેરાતો આપવા માટેની ટેન્ડર પ્રક્રિયામાં શરતોના વિવાદથી સમગ્ર મામલો ગુજરાત હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. હાઇકોર્ટે ટેન્ડર પ્રક્રિયા રદ કરી શરતોમાં સુધારો કરીને નવેસરથી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવા આદેશ કર્યો છે.

છેલ્લા ત્રણ વર્ષથી રૃા. ૨૦ કરોડના ખર્ચે લગાવવામાં આવેલા ૬૯ એલઇડી બોર્ડ શોભાના ગાંઠિયા સમાન બની રહ્યા છે. આ બોર્ડ દ્વારા અત્યાર સુધીમાં માત્ર રૃા. ૪૪ લાખ જેટલી જાહેરાતની આવક થઈ છે. બીજી તરફ, બોર્ડના વીજળી બિલની પાછળ દર મહિને રૃપિયા પાંચ લાખનો ખર્ચ થઈ રહ્યો છે.

આ દરમિયાન વધુ રૃા.૧૦ કરોડના ખર્ચે શહેરમાં ૩૦ નવા એલઇડી બોર્ડ લગાવવાનું આયોજન હાથ ધરાતા વિવાદ સર્જાયો છે.  મ્યુનિ. અધિકારીનું કહેવું છે કે, જાહેરાત માટેની ટેન્ડરની શરતો અંગે કોન્ટ્રાક્ટરો વચ્ચે વાંધા ઊભા થતાં મામલો કોર્ટમાં હોવાથી ટેન્ડર પ્રક્રિયા થઈ શકી નહોતી. શહેરને હોર્ડિંગ્સ ફ્રી સિટી બનાવવાના હેતુથી એલઇડી બોર્ડ જરૃરી છે.

જોકે જૂની સ્ટાઈલના હોર્ડિંગ્સની સાઈઝ અને એના ભાવતાલની તુલના આધુનિક એલઈડી બોર્ડ સાથે કરતા ઈજારદારોને હોર્ડિંગ્સ જ વધુ કિફાયતી જણાય એવી સ્થિતિ છે. આ સંજોગોમાં શહેર હોર્ડિંગ્સ ફ્રી બની શકે તેવી શક્યતા નહિવત્ છે.

વીજ બિલનું ભારણ વધારતા એલઇડી બોર્ડ સ્વિચ ઓફ કરવા માગ

કોંગી કાઉન્સિલરે કહ્યું કે, એલઇડી બોર્ડના ઇજારા માટે વાર્ષિક રૃા.૭૫ કરોડનું ટર્નઓવર, વિદેશમાં ઓફિસની શરતોને લઈ મામલો કોર્ટમાં હતો. હવે રૃા.૨.૬૧ કરોડથી ઓછા ભાવે વાર્ષિક ઇજારો આપી શકાશે નહીં. બોર્ડના લાઈટ બિલનો ખર્ચ ઉમેરતાં ઇજારદારને વાર્ષિક રૃા.૩.૨૦ કરોડનો ખર્ચ થશે. ત્રણ વર્ષનો સમયગાળો વીતતા બોર્ડના મેન્ટેનન્સની પણ જરૃર પડશે. જો સરકારી જાહેરાતો જ દર્શાવવાની હોય તો એલઇડી બોર્ડ સ્વિચ ઓફ કરી દેવા જોઈએ, જેથી લાઈટ બિલ પાછળ થતો ખર્ચ બચાવી શકાય. છેલ્લા બે વર્ષમાં વીજ બિલ પાછળ રૃા.૧.૨૫ કરોડનો ખર્ચ થયો છે.