Baroda
વડોદરાના પશ્ચિમ વિસ્તારમાં ચોરીના બનાવો જારી,અકોટાના મકાનમાંથી દાગીના-રોકડની ચોરી
By GS Team
28 Oct 20261 min read
શહેરના અકોટા વિસ્તારમાં ઘરફોડ ચોરીનો વધુ એક બનાવ સામે આવ્યો છે. ચેતન સોસાયટી સામેના હાઉસિંગ બોર્ડના મકાનમાં નિર્મળાબેન પટેલના ઘરે ૨૬મી તારીખે રાત્રે ચોરો ત્રાટક્યા હતા. દરવાજાનો નકૂચો તોડીને ઘરમાં પ્રવેશી, તિજોરી ફંફોળીને રોકડા ૫૦ હજાર, સોનાની ચેઈન અને ચાંદીની મૂર્તિ સહિત કુલ ૧ લાખથી વધુની મત્તાની ચોરી કરી હતી. અકોટા પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
Summarized by AI; it may make mistakes. Check important info

શહેરના પશ્રિમ વિસ્તારોમાં ઘરફોડ ચોરીના બનાવો વારંવાર બની રહ્યા હોવાથી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જુદીજુદી ટીમો દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.આ બનાવોમાં વધુ એક ચોરીના બનાવનો ઉમેરો થયો છે.
અકોટાની ચેતન સોસાયટી સામે હાઉસિંગ બોર્ડના મકાનમાં રહેતા નિર્મળાબેન નાનુભાઇ પટેલે પોલીસને કહ્યું છે કે,તા.૨૬મીએ રાત્રે મકાનના દરવાજાનો નકૂચો તોડીને ત્રાટકેલા ચોરો તિજોરી અને બીજો સામાન ફેંદીને રોકડા રૃ.૫૦ હજાર,સોનાની ચેઇન અને ચાંદીની મૂર્તિ મળી રૃ.એક લાખથી વધુની મતા ચોરી ગયા હતા,જેથી અકોટા પોલીસે તપાસ હાથ ધરી છે.