Baroda

વડોદરામાં માથાભારે તત્વોએ પર હુમલો કરી રીક્ષા અને વાહનોની તોડફોડ કરી : પોલીસે આરોપીને કાન પકડાવ્યા

By GS Team
15 Sep 20261 min read
TukuTouch Logo
વડોદરાના માંજલપુરમાં 60 વર્ષના મધુબેન માળીની ફરિયાદ મુજબ, 13 સપ્ટેમ્બરે રાત્રે પ્રદિપ ગોહિલ અને મિત્રોએ ઘરમાં ઝઘડો કર્યો. બીજા દિવસે બપોરે પ્રદિપ, ધર્મેશ અને દેવુએ ડંડા-પાઈપ વડે ઓટો રિક્ષા, એક્ટિવા અને પડોશીની બાઈકોમાં તોડફોડ કરી. પ્રદિપે મધુબેનને માર માર્યો અને જાનથી મારી નાખવાની ધમકી આપી. માંજલપુર પોલીસે ત્રણેય આરોપીને ઝડપી પાડ્યા.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરામાં માથાભારે તત્વોએ પર હુમલો કરી રીક્ષા અને વાહનોની તોડફોડ કરી : પોલીસે આરોપીને કાન પકડાવ્યા

Vadodara Crime : વડોદરાના માંજલપુર સ્થિત કોતર તલાવડી, કબીરધામ નગરમાં રહેતા 60 વર્ષના મધુબેન માળીએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગઈ 13 સપ્ટેમ્બરના રોજ રાત્રે નવેક વાગ્યે હું, અને મારો પરિવાર ઘરની બહાર ઓટલા પર બેઠા હતા. તે વખતે પ્રદિપ ગોહિલ અને તેના મિત્રો મારા ઘર પાસે ઉભા રહીને જોર-જોરથી બોલતા હતા. મેં તેમને શાંત રહેવા કહેતા તેમણે મારી તથા મારા પતિ સાથે બોલાચાલી અને ઝગડો કર્યો હતો.
બીજા દિવસે જય બપોરે ત્રણ વાગ્યાના સુમારે, જ્યારે અમો ઘરે હતા, ત્યારે પ્રદિપ ગોહિલ (હાથમાં ડંડા સાથે) તથા તેના બે મિત્રો ધર્મેશ પાંડુરંગ મોરે (હાથમાં લોખંડની પાઈપ સાથે) અને દેવુ ગોહિલ અમારી ગલીમાં આવ્યા હતા. પતેઓ ગાળો બોલવા લાગ્યો હતો. મેં ગાળો બોલવાની ના પાડતા ત્રણેય જણા ઉશ્કેરાઈ ગયા હતા.
તેઓએ મારા પતિની ઓટો રિક્ષાનો કાચ, સ્ટીયરીંગ અને હૂડ ડંડા મારીને તોડી નાખ્યા હતા. આ ઉપરાંત અમારી એક્ટિવા તેમજ અમારા બે પડોશીની બાઇકોમાં તોડફોડ કરી હતી.
પ્રદિપે ડંડો મારા માથામાં અને નાકના ભાગે મારી દીધો હતો, જેથી મને લોહી નીકળવા લાગ્યું હતું. મને બચાવવા વચ્ચે પડેલા પડોશીને પણ આ ત્રણેય જણાએ માર માર્યો હતો. જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છૂટ્યા હતા. માંજલપુર પોલીસે ત્રણેયને ઝડપી પાડી કાન પકડાવ્યા હતા.