BOIનું પેન્શન કાર્ડ આપવાના નામે ઠગોએ નિવૃત્ત કર્મચારીને ફસાવ્યાઃ6 બેન્ક ખાતામાંથી 18.74લાખ વગે કર્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

નિઝામપુરા વિસ્તારમાં રહેતા બેન્ક ઓફ ઇન્ડિયાના નિવૃત્ત કર્મચારી સાથે પેન્શન કાર્ડ ના નામે ઓનલાઇન ઠગોએ રૃ.૧૮.૭૪ લાખની છેતરપિંડી કરતાં તેમણે સાયબર સેલમાં ફરિયાદ કરી છે.
નિઝામપુરામાં રહેતા મહેન્દ્રકુમારે પોલીસને કહ્યું છે કે,તા.૩૦મી જૂને સોશ્યલ મીડિયા પર બેન્ક ઓફ ઇન્ડિયાના નિવૃત્ત કર્મચારી માટે પેન્શન કાર્ડની જાહેરાત જોઇને મેં લિન્ક ક્લિક કરતાં મારી પાસે વિગતો ભરાવવામાં આવી હતી.
ત્યારબાદ તા.૧લી જુલાઇએ મારી સાથે વોટ્સએપ ઉપર વાત કરવામાં આવી હતી અને બીઓઆઇ પેન્શનકાર્ડ વેરિફિકેશન એપીકે ફાઇલ મોકલવામાં આવી હતી.વોટ્સએપ ઉપર મારી સાથે ફરી વાત કરનાર વ્યક્તિએ તમે કાર્ડ માટે એપ્લાય કર્યું છે કે કેમ તેમ પૂછતાં મેં હા કહ્યું હતું,અને મારી પાસે ફરીથી એપ ઇન્સ્ટોલ કરાવી હતી.
નિવૃત્ત કર્મચારીએ કહ્યું છે કે ત્યારબાદ મને ફોન ચાલુ રખાવી તમારું કામ ચાલુ છે તેમ કહીને એલાઉનું ઓપ્શન દબાવવા માટે આગ્રહ રાખ્યો હતો.ત્યારબાદ મારી પત્નીના ખાતામાંથી રૃ.૪હજાર ઉપડતાં શંકા થઇ હતી અને બેન્કમાં જઇ તપાસ કરતાં અમારા છ બેન્ક એકાઉન્ટ તેમજ ક્રેડિટ કાર્ડમાંથી કુલ રૃ.૧૮.૭૪લાખ ઉપડી ગયા હોવાનું જણાઇ આવ્યું હતું.




