Baroda

વડોદરાના ડેસરમાં ગેરકાયદે કતલખાનું ઝડપાયું, રૂ.12,800નો મુદ્દામાલ જપ્ત

By GS Team
10 Oct 20262 mins read
TukuTouch Logo
વડોદરાના ડેસર ગામે ઘાંચી વગામાં ગેરકાયદેસર કતલખાનું ઝડપાયું છે. પોલીસે 50 કિલો ગૌવંશનું માંસ જપ્ત કરી, જાબીરભાઈ ઘાંચીની ધરપકડ કરી છે. સમાજસેવક ધર્મેશભાઈ બારીયાની બાતમી આધારે ડેસર પોલીસે કાર્યવાહી કરી હતી. FSL રિપોર્ટમાં માંસ ગૌવંશનું હોવાનું સાબિત થતા, પોલીસે 1,28,000નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરાના ડેસરમાં ગેરકાયદે કતલખાનું ઝડપાયું, રૂ.12,800નો મુદ્દામાલ જપ્ત

Vadodara Police : વડોદરાના ડેસર ગામમાં ઘાંચી વગાના એક મકાનમાંથી ગેરકાયદેસર કતલખાનું ઝડપાયુ છે. જયાં ગૌવંશની કતલ કરીને મુકેલા 50 કિલો માસનો જથ્થો ઝડપી ડેસર પોલીસે એક વ્યક્તિની અટકાયત કરી
ડેસર તાલુકામાં સમાજસેવક તરીકે કામ કરતા ધર્મેશભાઈ કાળુભાઈ બારીયાને તેમના માણસો દ્વારા બાતમી મળી હતી કે ડેસરના ઘાંચી ફળીયામાં રહેતા જાબીરભાઇ ઘાંચીને ત્યાં ગાયની કતલ કરવામાં આવી છે. જેથી તેમને 112 જનરક્ષક પર ફોન કરીને આ બાબતની જાણ કરતા ડેસર પીએસઆઇ તેમના સ્ટાફ સાથે બાતમીવાળા મકાનમાં તપાસ કરતા ત્યાં કોઈ હાજર ન હતું. જેથી મકાનની અંદર તપાસ કરતા એક ટબમાં માસના ટુકડા ભરેલા હતા જે ગૌવંશના હોય તેમ લાગતું હતું. જેનો કબજો લઈને પશુ ચિકિત્સકને ત્યાં બોલાવીને તે માંસનો જથ્થો ગૌવંશનો છે કે નહીં તેની તપાસ માટે નમૂનો લઈ એફએસએલમાં મોકલવામાં આવ્યો હતો. જેનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમાં ગૌવંશનું હોવાનું સાબિત થયું હતું.
ડેસર પોલીસ દ્વારા નજીકમાં રહેતા એક વ્યક્તિને વધુ પૂછતા તેમને જણાવ્યું હતું કે જાબીરભાઈ ઘાંચી એક વાછરડું લાવીને બાંધેલ છે. તે બાબતે તેની પણ તપાસ કરતા તે પણ તેના બીજા ઘરમાંથી મળી આવ્યું હતું. તેના ઘરમાંથી અંદાજે 50 કિલો ગૌ માસનો જથ્થો પોલીસે કબજે કર્યો હતો. જેની કિંમત 10000 અને 800 રૂપિયાના લોખંડના બે મોટા છરા નાની ત્રણ છરી, લાકડાના ટબ્બા અને ઇલેક્ટ્રીક વજનનો કાંટો કી. 2000 રૂપિયા એમ કુલ મળીને 1,28,000 નો મુદ્દામાલ ડેસર પોલીસે કબજે કરીને ધર્મેશ બારીયાની ફરીયાદને આધારે ગેરકાયદે પોતાના મકાનમાં ગોવંશની કતલ કરી તેના માસનું વેચાણ કરનાર જાબીરભાઈ મહંમદ ભાઈ ઘાંચી (શેખ) ની પોલીસે પશુ અધિનિયમનની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ આગળ હાથ ધરી છે.