Baroda

લે-વેચના વાહનોના ગેરકાયદે પાર્કિંગથી સમસ્યા વકરી

By GS Team
20 Aug 20261 min read
TukuTouch Logo
શહેરમાં વાહન વેપારીઓ દ્વારા ફૂટપાથ અને મુખ્ય માર્ગો પર વાહનો પાર્ક કરાતા રાહદારીઓ અને વાહનચાલકોને હાલાકી ભોગવવી પડે છે. વારસિયા રોડ, વડસર બ્રિજ જેવા વિસ્તારોમાં આ સમસ્યા વકરી છે, જેનાથી અકસ્માતનો ભય વધ્યો છે. અટલાદરામાં અક્ષરદ્વાર કોમ્પ્લેક્સમાંથી ૧૨ વાહનો જપ્ત થયા, છતાં અન્ય સ્થળોએ દબાણ યથાવત્ રહેતા તંત્રની કામગીરી પર સવાલો ઉભા થયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

લે-વેચના વાહનોના ગેરકાયદે પાર્કિંગથી સમસ્યા વકરી

શહેરમાં વાહનોની ખરીદી-વેચાણ કરતા વેપારીઓ દ્વારા પોતાના વાહનો ફૂટપાથ તેમજ મુખ્ય માર્ગો પર મૂકવામાં આવતા સ્થાનિક રહીશો ઉપરાંત રાહદારીઓ અને વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

વારસિયા રોડ, વડસર બ્રિજ, સલાટવાડા, કલાલી ગામ, ગોરવા, મુજમહુડા, હરણી અને ખિસકોલી સર્કલ સહિતના વિસ્તારોમાં વેપારીઓ દ્વારા રસ્તા અને ફૂટપાથ પર વાહનો પાર્ક કરવાની પ્રવૃત્તિ જોવા મળી રહી છે. પરિણામે રાહદારીઓને ફૂટપાથ છોડીને મુખ્ય માર્ગ પરથી પસાર થવાની ફરજ પડે છે અને અકસ્માતનું જોખમ પણ વધે છે.

કેટલાક કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં પણ પાકગની જગ્યામાં વાહનોનો ભરાવો થઈ જવાના કારણે સ્થાનિક રહેવાસીઓ અને અન્ય વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે. પાકગની જગ્યા ભરાઈ ગયા બાદ વેપારીઓ દ્વારા વાહનો ફૂટપાથ તથા મુખ્ય માર્ગ પર પાર્ક કરવામાં આવે છે.

તાજેતરમાં મ્યુનિ. કોર્પોરેશન દ્વારા અટલાદરામાં અક્ષરદ્વાર કોમ્પ્લેક્સમાંથી આવા ૧૨ વાહનો જપ્ત કરાયા હતા. જોકે, શહેરના અન્ય વિસ્તારોમાં હજુ પણ આ પ્રકારનું દબાણ અને ગેરકાયદે પાર્કિંગ યથાવત્ જોવા મળતા તંત્રની કામગીરી સામે સવાલો ઊઠી રહ્યા છે.